Not Set/ મોદી સુનામીનાં આફટર શોક્સ, TMCનાં 3MLA – 40 કોર્પોરેટર્સ BJPમાં જોડાયા

લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પછી, TMCનાં પૂર્વ દિગ્ગજ નેતા અને હાલ ભાજપ સાથે છે તેવા મુકુલ રોયના ભાઈઓ શુભાંશુ રાય અને સહિતનાં અન્ય બે MLA શિલભદ્ર દત્ત અને સુનિલ સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. તો આ ઉપરાંત TMCનાં 40 કોર્પોરેટર્સ પણ ભાજપમાં જોડાઇ જતા પં.બંગાળમાં દીદીનાં ગઢનાં વધું કાંગરા ખરતા દેખાઇ રહ્યા છે. […]

Top Stories India
mamata modi મોદી સુનામીનાં આફટર શોક્સ, TMCનાં 3MLA - 40 કોર્પોરેટર્સ BJPમાં જોડાયા

લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પછી, TMCનાં પૂર્વ દિગ્ગજ નેતા અને હાલ ભાજપ સાથે છે તેવા મુકુલ રોયના ભાઈઓ શુભાંશુ રાય અને સહિતનાં અન્ય બે MLA શિલભદ્ર દત્ત અને સુનિલ સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. તો આ ઉપરાંત TMCનાં 40 કોર્પોરેટર્સ પણ ભાજપમાં જોડાઇ જતા પં.બંગાળમાં દીદીનાં ગઢનાં વધું કાંગરા ખરતા દેખાઇ રહ્યા છે. TMCનાં 3 MLA સહિત 40 કોર્પોરેટર્સ BJPમાં જોડાતા 24 પરગણા જીલ્લાનાં કાંચપારા, હલીશહેર અને નાહી નગર પાલિકામાં BJPનો દબદબો વધ્યો છે.

Modi Mamata મોદી સુનામીનાં આફટર શોક્સ, TMCનાં 3MLA - 40 કોર્પોરેટર્સ BJPમાં જોડાયા

સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ TMCની સાથે સાથે BJPએ કોંગ્રેસ પર પણ સુપડુ માર્યું હોય તેમ 2 કોંગ્રેસી ધારાસભ્યો અને 1 CPI(M)નાં ધારાસભ્ય પણ ભાજપમાં જોડાઈ શકે છે. આપને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીઓમાં ભાજપે બંગાળમાં મોટી જીત મેળવી લીધી છે. 2014માં ભાજપને જ્યાં 2 જ બેઠકો મળી હતી તે પં.બંગાળમાં લોકસભા 2019માં ભાજપે સપાટો બોલાવતા 18 બેઠકો જીતી છે. આ જીતમાં પં.બંગાળનાં મુકુલ રોયેની મહત્વની ભૂમિકા જોવા મળે છે. પૂર્વમાં TMC નેતાની વ્યૂહરચનાઓએ ભાજપની સફળતામાં મોટો ફાળો આપ્યો છે. ભાજપને 18 અને કોંગ્રેસને બે બેઠકો મળી છે. ભાજપના વિજયમાં મુકુલ રોય અને બંગાળના ભાજપના ઇનચાર્જ કેલાશ વિજયવર્ગીયની મોટી ભૂમિકા છે.  આઠ વર્ષથી શાસક રહેલા મમતા બેનરજીનાં TMCનાં પાયા પં.બંગાળમાં હચમવી દીધા છે. ત્યારે આ પ્રકારે TMCનાં કાર્યકરતા અને પદાધિકારીનું ભાજપ ગમનએ ભવિષ્યમાં TMCને પં.બંગાળમાં નામશેષ કરેતો નવાઇ નહીં.