bussiness/ મુકેશ અંબાણીએ એક સપ્તાહમાં 76,821 કરોડ રૂપિયા ગુમાવ્યા, અદાણીને થયો ફાયદો

દેશ ના જાણીતા ઉધોગપતિ મુકેશ અંબાણીએ છેલ્લા એક સપ્તાહમાં 76,821 કરોડ ગુમાવ્યા છે, તેમની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયાે છે

Top Stories Business
મુકેશ અંબાણી

દેશ ના જાણીતા ઉધોગપતિ મુકેશ અંબાણીએ છેલ્લા એક સપ્તાહમાં 76,821 કરોડ ગુમાવ્યા છે, તેમની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયાે છે,સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી પાંચની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,67,602.73 કરોડ ઘટી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા સપ્તાહમાં 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 686.83 પોઈન્ટ અથવા 1.09 ટકા તૂટ્યો છે. સપ્તાહ દરમિયાન જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસિસ, ભારતી એરટેલ અને ICICI બેન્કની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. તે જ સમયે, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, SBI અને HDFCના મૂલ્યાંકનમાં વધારો થયો છે.

આ કંપનીઓને નુકસાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 76,821.01 કરોડ ઘટીને રૂ. 17,65,173.47 કરોડ થયું હતું. જ્યારે, TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 53,641.69 કરોડના નુકસાન સાથે રૂ. 12,04,797.55 કરોડ રહ્યું હતું. ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 29,330.33 કરોડ ઘટીને રૂ. 6,60,184.76 કરોડ થયું હતું. ભારતી એરટેલનું મૂલ્યાંકન રૂ. 7,705.08 કરોડ ઘટીને રૂ. 4,64,529.84 કરોડ થયું છે. જ્યારે, ICICI બેન્કની માર્કેટ મૂડી રૂ. 104.62 કરોડની ખોટ સાથે ઘટીને રૂ. 6,49,102.84 કરોડ થઈ હતી. કઈ કંપનીઓને ફાયદો થયો? આ વલણથી વિપરીત, હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ મૂડી રૂ. 24,882.17 કરોડ વધીને રૂ. 6,39,370.77 કરોડ સુધી પહોંચી છે. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 13,493.73 કરોડ વધીને રૂ. 9,09,600.11 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 8,475.91 કરોડ વધીને રૂ. 4,55,521.65 કરોડ થયું છે.

બીજી તરફ  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની માર્કેટ મૂડી રૂ. 7,942.90 કરોડ વધીને રૂ. 5,50,157.69 કરોડ પર પહોંચી છે. જ્યારે HDFCનું મૂલ્યાંકન રૂ. 1,129.55 કરોડ વધીને રૂ. 4,86,755.77 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, Infosys, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, HDFC, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે  આવતા અઠવાડિયે રોકાણકારોની કમાણી માટે શેરબજારમાં IPO આવવાનો છે. રોકાણકારો પાસે 3 IPOમાંથી કમાણી કરવાની જબરદસ્ત તક છે. કંપનીઓ આ ત્રણ આઈપીઓમાંથી રૂ. 1858 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ત્રણેય IPO અલગ-અલગ સેક્ટરના છે. આ આઈપીઓ સિવાય યુનિપાર્ટ્સ ઈન્ડિયાના શેર પણ આવતા સપ્તાહે જ માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે. વાઇન નિર્માતા સુલા વાઇનયાર્ડ્સ અને એબન્સ હોલ્ડિંગ્સનું પ્રારંભિક શેર વેચાણ, એબન્સ ગ્રૂપની નાણાકીય સેવા શાખા, 12 ડિસેમ્બરે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

ઉદ્ઘાટન/ ગોવાને મોપા એરપોર્ટ મળ્યું, પીએમ મોદીએ 3 આયુષ સંસ્થાઓનું કર્યું ઉદ્ઘાટન