Not Set/ ૧૯૮૪ શીખ રમખાણ કેસ : ૩૪ વર્ષ બાદ કોર્ટે એક આરોપીને ફટકારી મોતની સજા

નવી દિલ્હી, ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળેલા રમખાણો મામલે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. આ રમખાણો સાથે સંકળાયેલા મામલે કોર્ટ દ્વારા ૩૪ વર્ષ બાદ એક દોષિત આરોપીને મોતની સજા, જયારે અન્ય એકને ઉમ્રકેદની સજા ફટકારી છે. દિલ્હીની એક કોર્ટ દ્વારા યશપાલ સિંહને મોતની સજા અને નરેશ સહરાવાતને […]

Top Stories India Trending
sikh web ૧૯૮૪ શીખ રમખાણ કેસ : ૩૪ વર્ષ બાદ કોર્ટે એક આરોપીને ફટકારી મોતની સજા

નવી દિલ્હી,

૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળેલા રમખાણો મામલે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. આ રમખાણો સાથે સંકળાયેલા મામલે કોર્ટ દ્વારા ૩૪ વર્ષ બાદ એક દોષિત આરોપીને મોતની સજા, જયારે અન્ય એકને ઉમ્રકેદની સજા ફટકારી છે.

संबंधित इमेज

દિલ્હીની એક કોર્ટ દ્વારા યશપાલ સિંહને મોતની સજા અને નરેશ સહરાવાતને ઉમ્રકેદની સજા ફટકારી છે.

આ પહેલા ગત સપ્તાહે કોર્ટ દ્વારા ૧૯૮૪ના રમખાણોના મામલે તમામ પક્ષોની સંભાળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

દોષિત આરોપીને ફટકારવામાં આવેલી સજા પહેલા પીડિતોના વકીલ દ્વારા દોષીઓને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી હતી, જયારે બચાવપક્ષ દ્વારા દયાની માંગણી કરી હતી.

Image result for 1984 riots

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૫માં ૧૯૮૪ના રમખાણોને સાથે જોડાયેલા મામલાઓની તપાસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)નું ગઠન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના આદેશ પર ગઠિત કરવામાં આવેલી SIT દ્વારા ગત સપ્તાહે એડિશનલ સેશન જજ અજય પાંડેની સામે સજા પર થયેલી ચર્ચા દરમિયાન દલીલ થઇ હતી કે, દોષીઓનો ગુનો ગંભીર પ્રકૃતિ છે, જેને એક ષડ્યંત્ર હેઠળ અંજામ આપવામાં આવ્યો હતો.

શું છે આ મામલો ?

આજથી લગભગ ૩૪ વર્ષ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ઘણા શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન સાઉથ દિલ્હીના મહીપાલપુર વિસ્તારમાં ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ બે શીખ યુવકોની હત્યા કરવામાં આવી હતી.

મંગળવારે આ જ મામલે બે દોષિત આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.