Not Set/ ઓનલાઇન વીડિયો ગેમ રમી આ ગેમરે કમાયા 10 મિલિયન ડોલર

ન્યુયોર્ક, પબજી કે બીજી ઓનલાઈન વીડિયો ગેમ રમીને માત્ર કલાકો ટાઇમ પાસ કરતા છોકરાઓએ આ ન્યૂઝ વાંચવા જેવા છે.27 વર્ષના ‘નિન્જા’ નામના એક ગેમરે માત્ર ઓનલાઇન ગેમ રમીને 10 મિલિયન ડોલરની કમાણી કરી છે.અમેરિકામાં રહેતા ટેલર ‘નિન્જા’ બ્લેવિંસે યુટ્યુબ અને બીજા પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમીને કરોડો કમાયા છે. ઉલ્લેખનીય છે કે હવે લોકો ગેમિંગ […]

Top Stories World
WhatsApp Image 2019 01 04 at 09.05.27 1 ઓનલાઇન વીડિયો ગેમ રમી આ ગેમરે કમાયા 10 મિલિયન ડોલર

ન્યુયોર્ક,

પબજી કે બીજી ઓનલાઈન વીડિયો ગેમ રમીને માત્ર કલાકો ટાઇમ પાસ કરતા છોકરાઓએ આ ન્યૂઝ વાંચવા જેવા છે.27 વર્ષના ‘નિન્જા’ નામના એક ગેમરે માત્ર ઓનલાઇન ગેમ રમીને 10 મિલિયન ડોલરની કમાણી કરી છે.અમેરિકામાં રહેતા ટેલર ‘નિન્જા’ બ્લેવિંસે યુટ્યુબ અને બીજા પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમીને કરોડો કમાયા છે.

ઉલ્લેખનીય છે કે હવે લોકો ગેમિંગ માત્ર ટાઈમપાસ કે મજા લેવા માટે નથી કરતા. તે એક પ્રકારનો બિઝનેસ બની ગયો છે અને લોકો ગેમ રમીને પૈસા પણ કમાઈ રહ્યા છે.

યુટ્યૂબ પર એવી ઘણી ચેનલછે જેમાં પબજી રમવામાં આવે છે અને તેને જોવા માટે લોકો પૈસા ડોનેટ કરે છે. પબજી જેવી જ એક ગેમ છે Fortnite જે ભારતમાં પોપ્યુલર નથી પરંતુ અમેરિકામાં આ પબજી કરતા પણ વધારે પોપ્યુલર છે.

નિન્જા ગેમરે 2018માં 10 મિલિયન ડૉલર(લગભગ 70 કરોડથી વધુ રૂપિયા) કમાણી કરી છે. એટલા માટે તેણે યુટ્યૂબ અને ટ્વિચની મદદ લીધી છે. આ ઉપરાંત બીજા પ્લેટફોર્મ પર પોતાનું કૉન્ટેંટ સ્ટ્રીમ કરે છે.

નીન્જા ગેમિંગની દુનિયામાં સૌથી જાણીતો ચહેરો છે. તેનું પૂરું નામ ટાઈલર બ્લેવિન્સ છે અને તેને નીન્જા  યૂઝરનેમ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2018માં તે ટ્વિચમાં નંબર-1 સ્ટ્રીમર છે. યુટ્યૂબ પર તેના ફોલોઅર્સની સંખ્યા 21 મિલિયનથી વધુ છે. તેની કમાણીનો 70 ટકા હિસ્સો યુટ્યૂબ અને ટ્વિચ દ્વારા આવે છે