સુરેન્દ્રનગર/ લીંબડીના નટવરગઢ ગામના યુવાને રનિંગ સ્પર્ધામાં 4 મહિનામાં 3 ગોલ્ડ મેડલ જીત્યા

ઓપન પ્રતિયોગીતાની 200 મી.ની રેસ 23.67, સ્ટેટ ચેમ્પિયનશીપમાં 23, અને નેશનલ સ્પર્ધામાં 24 સેકન્ડમાં પુરી કરી પ્રથમ ક્રમ મેળવ્યો

Gujarat
Untitled 28 6 લીંબડીના નટવરગઢ ગામના યુવાને રનિંગ સ્પર્ધામાં 4 મહિનામાં 3 ગોલ્ડ મેડલ જીત્યા

લીંબડી તાલુકાના નટવરગઢ ગામના યુવાને 200 મીટરની જૂનિયર દોડ સ્પર્ધામાં 4 માસમાં નેશનલ અને ઓપન ગુજરાતની બે ચેમ્પિયનશીપમાં અવ્વલ નંબર મેળવી 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી રાજયમાં નટવરગઢ ગામનું ગૌરવ વધાર્યું છે.

આ પણ  વાંચો :થાપણદારો પ્રથમ / PM મોદીની બેંક ડિપોઝીટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં મોટી જાહેરાત, બેંક ડૂબી તો પણ આટલી રકમ રહેશે સુરક્ષિત

લીંબડી તાલુકાના નટવરગઢ ગામના આદર્શ કરમશીભાઈ કાલીયાએ તા.5 ડિસેમ્બરે રાજકોટ ખાતે યોજાયેલી ઓપન ચેમ્પિયનશિપની 200 મીટરની રનિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રેસમાં રાજયના 62 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં આદર્શે 23.67 સેકન્ડમાં રેસ પુરી કરીને પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા તા.18થી 19 સપ્ટેમ્બરે નડિયાદ ખાતે યોજાયેલી ટાફ્ટીગેસ ઓપન નેશનલ ચેમ્પિયનની જૂનિયર રનિંગ સ્પર્ધામાં આદર્શે 200 મીટરની રેસ 0.24 સેકન્ડમાં પુરી કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીતી નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

આ પણ  વાંચો :સુરેન્દ્રનગર /  લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત, 1નું કરૂણ મોત

ત્યારબાદ હિંમતનગરમાં તા.23થી 24 ઓક્ટોબરે યોજાયેલી ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 200 મીટરની જૂનિયર રનિંગ સ્પર્ધામાં આદર્શ કાલીયાએ ભાગ લીધો હતો. આ રેસમાં અલગ-અલગ જિલ્લાના સ્પર્ધકો વચ્ચે 200 મીટરની રનિંગ રેસ યોજાઈ હતી. આદર્શ કાલીયાએ તમામ સ્પર્ધકોને પાછળ છોડી 0.23 સેકન્ડમાં રેસ પુરી કરી અવ્વલ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. લીંબડી તાલુકાના કટારીયા ગામથી આવતા યુવાને માત્ર 18 વર્ષની ઉંમરે રાજય અને નેશનલ કક્ષાએ 4 મહિનામાં 3 ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે