BJP-HeadQuarter Fire/ મુંબઈ ભાજપના હેડક્વાર્ટરમાં લાગી આગ, રવિવાર હોવાથી જાનહાનિ ટળી

મહારાષ્ટ્રના મુંબઈમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ચર્ચગેટ સ્થિત ભાજપના સ્ટેટ હેડક્વાર્ટરમાં આગના સમાચાર સાંભળીને ગભરાટ ફેલાઈ ગયો હતો.

Top Stories India Breaking News

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ચર્ચગેટ સ્થિત ભાજપના સ્ટેટ હેડક્વાર્ટરમાં આગના સમાચાર સાંભળીને ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઓફિસના રસોડામાં તણખા ફાટવાના કારણે આ આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તેને ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

શું છે સમગ્ર મામલો?

મુંબઈમાં ભાજપના પ્રદેશ કાર્યાલયના રસોડામાં આગ લાગી હતી. જેને બાદમાં કાબુમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટના કારણે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારબાદ ફાયર એન્જિનને તાત્કાલિક બોલાવવામાં આવ્યા. 2 ફાયર એન્જિનોએ આગ પર કાબૂ મેળવ્યો, જેમાં કોઈને ઈજા થઈ ન હતી અને કોઈએ જીવ ગુમાવ્યો ન હતો.સદ્ભાગ્યની વાત એ હતી કે રવિવાર હોવાથી ઓફિસમાં કોઈ વરિષ્ઠ અધિકારી હાજર નહોતા કે કોઈ કામદારો પણ નહોતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્નીએ જ નિંદ્રાધીન પતિને છત પરથી ફેંકી દીધો અને પછી જઈને સૂઈ ગઈ….

આ પણ વાંચો:‘રેલવે મુસાફરી બની સજા’, રાહુલ ગાંધીએ ટ્રેનમાં ભીડનો વીડિયો શેર કરીને પીએમ મોદી પર કર્યો પ્રહાર

આ પણ વાંચો:અમે ઈલેકટોરલ બોન્ડ ફરીથી લાવીશું – નાણાં મંત્રી

આ પણ વાંચો:બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો લાલુ પરિવાર પર આકરો કટાક્ષ