Suicide/ એક્ઝામ ઇફેક્ટ : રાજકોટમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષા પહેલા કર્યો આપઘાત

ઓનલાઈન એજ્યુકેશનના કારણે આ વર્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પડકારજનક રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ તનાવનો ભોગ બની રહ્યા હોવાનું અવારનવાર સમાચારમાં આવતું રહે છે.રાજકોટ શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ

Gujarat
Hanging Girl એક્ઝામ ઇફેક્ટ : રાજકોટમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષા પહેલા કર્યો આપઘાત

ઓનલાઈન એજ્યુકેશનના કારણે આ વર્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પડકારજનક રહ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ તનાવનો ભોગ બની રહ્યા હોવાનું અવારનવાર સમાચારમાં આવતું રહે છે.રાજકોટ શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવતીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

Court / આયેશા સુસાઈડ કેસ : કોર્ટે તેના પતિ આરિફને આટલા દિવસ માટે મોકલ્યો રિમાન્ડ પર

આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેન્સી સચીનભાઈ સોલંકી નામની 18 વર્ષીય યુવતીએ મંગળવારના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત  કરી લીધાનો બનાવ બન્યો છે. આપઘાત વખતે નેન્સીના માતા દુકાને હતા, જ્યારે પિતા કોઈ કામ અર્થે જૂનાગઢ ગયા હતા. ઘરે એકલી હતી ત્યારે નેન્સીએ પગલું ભરી લીધું હતું.

Vaccine / રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લગાવી કોરોના રસી, આર્મીના RR હોસ્પિટલમાં જઈને લીધી વેક્સિન

કોરોનાના કારણે થોડાક સમય પહેલાં જ ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઇ છે. ત્યારબાદ ધોરણ નવ અને 11ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકારનું શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ સમયે નેન્સી ડિપ્રેશનમાં આવી ગઈ હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં નેન્સીના આપઘાતનુ અન્ય કોઇ તથ્ય બહાર આવે છે કે કેમ તે ખૂબ મહત્ત્વનું બની રહેશે.

Budget / પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડ, તો યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…