પાટણ,
પાટણ શહેરના જળચોક – જોગીવાડા – બુકડી વિસ્તારના રહીશો ઘામિઁક તહેવારોમાં પણ નગર પાલીકાના અણઘડ વહીવટથી ત્રસ્ત બન્યા છે. તહેવારોમાં પણ પ્રજા પાણી માટે વલખા મારી રહી છે.
ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર, નગર પાલીકાના પ્રમુખ અને ભૂગર્ભના ચેરમેનના આદેશનો કોઈપણ અમલ થતો નથી. શહેર ના જળચોક – જોગીવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગઁભ ગટરના દુઁર્ગંઘ મારતા પાણી થી રહીશો હેરાન છે. તેમજ સ્થાનિક રહીશોએ વારંવાર રજુઆત કરવા છતાંય કોઈપણ કાર્યવાહી થઈ નથી. આ વિસ્તારમાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા રાહીશો માંગ કરી રહ્યા છે.