Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડોથી પ્રભાવિત વિસ્તારોમાં 95 ટ્રેન રદ : પશ્ચિમ રેલવે

પશ્ચિમ રેલવે દ્વારા અગમચેતીના ભાગરૂપે 137 જેટલી ટ્રેન પૈકી 95 ટ્રેન રદ કરવામાં આવી છે.  આપને જણાવી દઈએ કે, આજે રાતે 12 વાગ્યા સુધીની કચ્છમાં આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
બિપરજોય

રાજ્યના દરિયા કિનારે મંગળવારે રાત્રે અને બુધવારની આસપાસ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે. ત્યારે ગુજરાતના આવી રહેલા વાવાઝોડાને કારણે પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોંધમાં જણાવાયું છે કે ગુજરાતના બિપરજોય ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં આજે 56 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.પશ્ચિમ રેલ્વેએ તેની નોંધમાં વધુમાં જણાવ્યું છે કે આવતીકાલથી 15મી જૂન સુધી બિપરજોયની અસરને કારણે 95 ટ્રેનો રદ રહેશે.

પશ્ચિમ રેલવેના બુલેટિન 1 મુજબ વાવાઝોડાને કારણે 137 ટ્રેન પ્રભાવિત થઈ છે. જે પૈકી 95 જેટલી ટ્રેન રદ હશે. જ્યારે અન્ય ટ્રેનોને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 2 મુજબ અન્ય 82 ટ્રેનને અસર થઈ છે. આ 82 પૈકી 34 સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. અન્ય કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો અમુક ટ્રેન કેટલાક સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનલ કરાઈ છે. બુલેટિન 3 મુજબ અન્ય 71 ટ્રેનને અસર થઈ છે. 71 ટ્રેન પૈકી 46 ટ્રેન રદ છે જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 4 મુજબ અન્ય 20 ટ્રેનને એસર થઈ છે. જ્યારે 20 ટ્રેનમાંથી 11 ટ્રેન રદ જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરાઈ છે.

ચક્રવાતી તોફાન “બિપરજોય” ને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ વર્તુળ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.

વાવાઝોડાના સંકટ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે. 13 થી 14 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 14થી 15 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 15 જૂનથી 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ મારફતે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.

આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી