Two child death/ જન્માષ્ટમીએ જ આ પરિવારોએ તેમના ‘કાનુડા’ ગુમાવ્યાઃ બે બાળકોના ડૂબવાથી મોત

ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે બે બાળકોના ડૂબવાથી કરૂણ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડિયા ગામે ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયના બેધ્યાનપણાના લીધે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે.

Gujarat
Two child death જન્માષ્ટમીએ જ આ પરિવારોએ તેમના ‘કાનુડા’ ગુમાવ્યાઃ બે બાળકોના ડૂબવાથી મોત

છોટાઉદેપુરઃ ગુજરાતમાં જન્માષ્ટમીના Two child death દિવસે બે બાળકોના ડૂબવાથી કરૂણ મોત થતા Chhotaudepur News અરેરાટી વ્યાપી ગઈ છે. છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડિયા ગામે ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયના Kumar Chhatralay બેધ્યાનપણાના લીધે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તેના લીધે સમગ્ર પંથકમાં ટ્રસ્ટના સંચાલકો સામે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. આમ જન્માષ્ટમીએ જ બે પરિવારોએ તેમના ‘કાનુડા’ ગુમાવ્યા હતા.

પોપટ રાઠવા અને કેશવ રાઠવા નામનો Two child death વિદ્યાર્થી શાળેથી છૂટ્યા પછી ઘાસ કાપવા ગયો ત્યારે આ પ્રકારની ઘટના બની હતી. તેના અંગે સ્થાનિક લોકોને જાણ થયા બાદ ફાયર ફાઇટર અને બચાવ ટુકડીને Chhotaudepur News જાણ કરાતા તરત જ ટીમ દોડી ગઈ હતી. તપાસમાં બંનેના મૃતદેહ મળી આવતા કુટુંબીજનોમાં આઘાતની લાગણી વ્યાપી છે અને રોક્કળ ચાલી રહી છે.

પોલીસે ટ્રસ્ટના સંસ્થાપક અને ટ્રસ્ટના બે કર્મચારીઓ સામે ફરિયાદ Chhotaudepur News નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી જન ઉત્થાન ટ્રસ્ટ સંચાલિત દુર્ગમ વિસ્તાર કુમાર અને કન્યા છાત્રાલય તેમજ ગૌશાળા કાર્યરત છે. ગઇકાલે સાંજે ગૃહપિતા અને ગૃહમાતા બાળકોને ગાયો માટે ઘાસચારો કપાવવા ગામના સીમાડે ગયા હતા. ઘાસ કાપી અન્ય બાળકો Two child death વાહનમાં પાછા ફર્યા, પરંતુ ત્રણ બાળકો નજીકના ચેકડેમમાં ન્હાવા માટે જતા રહ્યા હતા. તે પૈકી બે બાળકો પોપટ રાઠવા અને કેશવ રાઠવા ઉંડા પાણીમાં જતા મોતને ભેટ્યા હતા.

પરિવારજનોએ ગઇકાલ સાંજથી ચેકડેમમાં બાળકોની શોધખોળ Chhotaudepur News આદરી, પરંતુ બાળકો ના મળ્યા. છેવટે આજે સવારે છોટાઉદેપુર ખાતે ફાયરના જવાનોએ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા. સંસ્થાની બેદરકારીના લીધે બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી છે. સ્થાનિક નેતા અને આદિવાસી મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય વિજય રાઠવાની સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકોએ ઘટનાસ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. તેઓએ પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

પરિસ્થિતિ વણસતા જોઈને ડીવાયએસવીની Two child death આગેવાની હેઠળ પોલીસ કાફલો ભેખડિયા ગામે પહોંચ્યો હતો. તેમણે પોલીસ કાર્યવાહીની બાંયધરી આપતા મામલો ઠંડો પડ્યો હતો. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. પોલીસે સંસ્થાના સંસ્થાપક રતન રાઠવા, ગૃહપિતા રાજેશ રાઠવા અને ગૃહમાતા કોકિલાબેન રાઠવા સાથે આઇપીસી કલમ 304 અને 114 હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચોઃ Sanatandharm/‘આપણે કોઈને છંછેડવાના નથી, પણ આપણને કોઈ છંછેડે તો છોડવાના નથી’

 આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદની આગાહી/લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

 આ પણ વાંચોઃ વાલીઓ સાવધાન! / ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

 આ પણ વાંચોઃ દર્દનાક અકસ્માત/રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીમાં માતમ છવાયો, અકસ્માતમાં પાંચ લોકોના મોત

 આ પણ વાંચોઃ Gujarat High Court/ગુજરાત હાઈકોર્ટે 12 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરી, રાજ્ય સરકારને 2.5 લાખ ચૂકવવાનો આદેશ