ચૂંટણી પરિણામ/ સુરત, સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાની 40 બેઠકો સાથે AAP ની એન્ટ્રી

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સારી સંખ્યામાં બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે.

Top Stories Gujarat Surat
A 37 સુરત, સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાની 40 બેઠકો સાથે AAP ની એન્ટ્રી

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સારી સંખ્યામાં બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. આપની એન્ટ્રી સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં 40 બેઠકો સાથે થઈ છે. જેમાં તાલુકા પંચાયતમાં 18 અને પાલિકામાં 22 સાથે આગળ છે. બીજી તરફ જિલ્લા તાલુકા પંચાયત અને પાલિકામાં કમળ જોવા મળી રહ્યુ છે.

6 મહાનગરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન સારું રહ્યું છે. શહેરોની તુલનામાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મતદાન 15 ટકાથી વધુ હતું. જ્યારે પાલિકા માટે સરેરાશ મતદાન 46 ટકા હતું, ત્યારે પંચાયતમાં પાલિકામાં મતદાન 66 ની નજીક હતું. સ્થાનિક નાગરિક ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે કરવા માટે રાજ્યભરમાં આશરે એક લાખ પોલીસ અને અર્ધલશ્કરી કર્મચારીઓને તૈનાત કરવા પડ્યા હતા.

આ પણ વાંચો : Live Update: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જય-જયકાર નક્કી, કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ

પોલીસે રાજ્યભરમાં આશરે 1,8,000 અસામાજિક તત્વો પર અનિયંત્રિત અને શાંતિપૂર્ણ મતદાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, તે જ 50,000 લાઇસન્સ પ્રાપ્ત શસ્ત્રો ચૂંટણી પૂર્વે જમા કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 81 નગરપાલિકાઓ,31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોના 22174 ઉમેદવારોનું ભાવિ ઇવીએમથી ખુલશે. રવિવારે ગુજરાતના 23932 મતદાન મથકો પર યોજાનારી સ્થાનિક બોડીની ચૂંટણીઓની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચો : દેશમાં વેક્સીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ, CM રુપાણી 15 દિવસ બાદ લેશે રસી