Political/ પાસ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ, ‘પાસ’એ બહાર પાડ્યું સત્યપત્ર, જાણો શું છે સત્યપત્ર ?

પાટીદાર મહાપંચાયતમાં લેવાયેલા નિર્ણય અનુસાર એક પત્ર બહાર પાડીને સત્યને બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

Gujarat Surat
tank 6 પાસ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ, 'પાસ'એ બહાર પાડ્યું સત્યપત્ર, જાણો શું છે સત્યપત્ર ?

સુરતમાં પાસ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ હજુ પણ યથાવત છે. પાસ-કોંગ્રેસ વચ્ચે થયેલા ઘમાસાણ બાદ પાસની મળી હતી. પાટીદાર મહાપંચાયતમાં લેવાયેલા નિર્ણય અનુસાર એક પત્ર બહાર પાડીને સત્યને બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાસના સ્ટેન્ડ બાબતે જાહેરાત કરવામાં આવશે. પાસના કાર્યાલયેથી સત્યપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે પાસ નેતા ધાર્મિક માલિવિયાએ જાહેર કર્યું છે કે, પાટીદાર વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને આ સત્યપત્ર પહોંચાડવામાં  આવશે.

આ સત્યપત્રમાં ટીકીટ ફાળવણીમાં પાસ ઉમેદવારો અને પાટીદારો સાથે થયેલા અન્યાયની વાત ઉજાગર કરવામાં આવી છે. ધાર્મિક માલવિયા એ અંતિમ સમયે કેમ ફોર્મ ભર્યા વિના પાછા આવી ગયા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાજ સામે હકીકત બહાર લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ અંગે ધાર્મિક માલવિયા એ જણાવ્યું હતું કે સમાજનાં ન્યાય માટે સત્યપત્ર બહાર પાડયું છે. સત્યપત્રને પાસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને દરેક પાટીદાર વિસ્તારમાં સત્યપત્ર પહોંચાડાશે. સત્યપત્રમાં જે વાત છે,તે હકીકત છે. કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી ટિકિટ આપવાની વાત કરી હતી. ઉમેદવારોએ જે-તે સમયે કહ્યું કે પક્ષ કરતા સમય મોટો છે. ફક્ત જ્યોતિ સોજીત્રાએ જ ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. 2015માં પાટીદારો થકી જ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતા. 2017ની ચૂંટણીમાં પણ 82 સીટ મેળવી હતી.

Election / AIMIM Effect..!! ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

covid19 / દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…