@ દીપકસિંહ રાઠોડ
સાબરકાંઠા જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ અને દિવ્યાંગ મતદારો દ્વારા ઘરેથી મતદાન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની અંદર ચાર વિધાનસભાની બેઠકો આવે છે.. તેમા 379 મતદારોએ કે, જે 80 થી વધુ ઉમરના અને દિવ્યાંગ છે.તેમાથી 65 મતદારોએ બેલેટ પેપરથી ઘરેથી મતદાન કરવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે 8 પ્રીસાઈન્ડીગ ઓફિસર, આસીસ્ટંટ પ્રીસાઈન્ડીગ, બીએલઓ, વીડિયોગ્રાફર અને પોલીસ સાથેની એક ટીમ એવી ત્રણ ટીમો મતદારોના ઘરે પહોચીને મતદારોના તેમના ઘરે મતદાર કુટીર ઉભી કયા બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી.
સાબરકાંઠા જીલ્લાની ચાર વિધાનસભા ના બેઠકો પર 80 થી વધુ ઉમરના અને દિવ્યાંગ 379 મતદારોએ બેલેટ પર ઘરે મતદાન કરવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે આજે સવારે 8 વાગે 34 ટીમો મતદારોના ઘરે પહોચી મતદાન કુટીર ઉભી કરી મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ચાર વિધાનસભામાં 128 ગામોમાં સવાર 8 વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરાવામા આવશે. તો સર્વે બાદ ઈચ્છા વ્યક્ત કરનારા 80 થી વધુ ઉમરના અને દિવ્યાંગ ૬૫ મતદારો છે.
આજે સવારે 8 પ્રીસાઈન્ડીગ ઓફિસર, આસીસ્ટંટ પ્રીસાઈન્ડીગ, બીએલઓ, વીડિયોગ્રાફર અને પોલીસ સાથેની એક ટીમ એવી ત્રણ ટીમો મતદારોના ઘરે પહોચીને મતદારોના તેમના ઘરે મતદાર કુટીર ઉભી કયા બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. મતદારોએ બેલેટ પર મતદાન કર્યા બાદ કવરમાં પેક કરી દેવામાં આવ્યું હતું. જોકે મતદાન પ્રક્રિયામાં ૩ ટીમો 22 ગામોમાં જશે. અને એક ટીમ ૨૦ થી વધુ મતદારોના ઘરે જશે અને મતદાન કરાવશે. 80 થી વધુ ઉમરના અને દિવ્યાંગ કુલ 4612 માંથી ૬૫ મતદારો ઈચ્છા દર્શાવી હતી.જે મતદારો ઘરેથી બેલેટ પેપર પર ઘરે મતદાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:કેન્દ્રનો વળતો જવાબઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરોની નિમણૂક સુપ્રીમનું કાર્યક્ષેત્ર નથી
આ પણ વાંચો:ટેક્સના કેસોનો નિકાલ ઝડપી બનશે, સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ બેન્ચ રચી
આ પણ વાંચો:સેનાના ‘અપમાન’ પર વિવાદ થતા ગલવાન નિવેદન મામલે રિચા ચઢ્ઢાએ માફી માંગી
