Not Set/ ભાવનગર/ ઘોઘામાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે પ્રતિક ધરણાં, પોલીસે કરી તમામની અટકાયત..

ભાવનગરનાં ઘોઘા ખાતે ગ્રામજનો દ્વારા પ્રતિક ધરણાંનાં મંડાણ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ઘોઘાવાસીઓ દ્વારા દરિયાનાં પાણીને આગળ વધતું રોકવા માટે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે પ્રતિક ધરણાં યોજવામાં આવ્યા હતા.  છેલ્લા 25 વર્ષથી તૂટેલી સુરક્ષા દિવાલ ક્યારેક ઘોઘાનો વિનાશ નોતરી શકે તેવી ગ્રામજનોમાં ભીતીને પગલે ઘોઘા તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઘોઘા ગામનાં સરપંચ સહિતના […]

Gujarat Others
40452f514f69f8ed90c454c4b8bde7c0 ભાવનગર/ ઘોઘામાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે પ્રતિક ધરણાં, પોલીસે કરી તમામની અટકાયત..

ભાવનગરનાં ઘોઘા ખાતે ગ્રામજનો દ્વારા પ્રતિક ધરણાંનાં મંડાણ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ઘોઘાવાસીઓ દ્વારા દરિયાનાં પાણીને આગળ વધતું રોકવા માટે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે પ્રતિક ધરણાં યોજવામાં આવ્યા હતા. 

છેલ્લા 25 વર્ષથી તૂટેલી સુરક્ષા દિવાલ ક્યારેક ઘોઘાનો વિનાશ નોતરી શકે તેવી ગ્રામજનોમાં ભીતીને પગલે ઘોઘા તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઘોઘા ગામનાં સરપંચ સહિતના તમામ ગ્રામ લોકો વિરોધ અને ધરાણામાં જોડાયા છે. લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે, સરકાર દીવાલનું નિર્માણ કરી ઘોઘાને સુરક્ષિત કરે. 

જો કે, પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે પ્રતિક ધરણાં યોજી રહેલા આગેવાનો સહિત તમામ લોકોની પોલીસે દ્વારા અટકાયત કરવામા આવી હતી અને અટકાયત કરી તમામને પોલીસ સ્ટેશન લાઇ જવાયા હતા. ઘોઘા પોલીસ દ્વારા તમામ ધરણાંર્થીઓની અટકાયત કરતા સમગ્ર પંથકમાં અજંપા ભરી સ્થિતિએ આકાર લીધો હોવાનું સામે આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews