કચ્છ,
કચ્છના અબડાસા તાલુકામા સગીરા અને યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ગામની અવાવરું વાડીના ડેલા પાસેથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર 17 વર્ષીય સગીરાનું ગળું કાપીને જ્યારે 38 વર્ષીય યુવાનને પેટમાં છરિના સાત ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
બંનેના મૃતદેહ અવાવરું વાડીના ડેલા પાસેથી મળી આવી હતી.. ઘટના સ્થળેથી પોલીસને છરીઓ મળી આવી છે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
