Girsomnath News: ઉના તાલુકાના આમોદ્રા ગામમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ-11 સાયન્સના વિદ્યાર્થીને ફિઝિક્સના શિક્ષકે માર માર્યાનો (Student Assault Case) ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થીની માતાએ શિક્ષક વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
Student Assault Case: પુસ્તક કાઢવામાં વિલંબ થતાં માર માર્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, 27 જુલાઈના રોજ ફિઝિક્સના પિરિયડ દરમિયાન વિદ્યાર્થી ગોપાલ કળોતરાને પુસ્તક કાઢવામાં વિલંબ થયો હતો. આ દરમિયાન ફિઝિક્સના શિક્ષક દીપ સરે વિદ્યાર્થીના (Una School)બંને ગાલ પર લાફા માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કાનમાં દુખાવો થતાં સારવાર માટે ખસેડાયો
માર માર્યા બાદ વિદ્યાર્થીને ચક્કર આવવા સાથે કાનમાં ભારે દુખાવો (Student Injury) થયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. શિક્ષકે ત્યારબાદ તેને સ્ટાફ રૂમમાં બેસાડી દીધો હતો. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીએ ઘરે જઈ માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
રાજકોટમાં વધુ સારવાર કરાવવી પડી
પરિવારજનોએ વિદ્યાર્થીને ઉનાના ENT નિષ્ણાત પાસે સારવાર માટે લઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં કાનના પડદાને ઈજા થઈ હોવાની શક્યતા જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
વિદ્યાર્થીની માતા લખીબેન કળોતરાએ ઉના પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાને લગતા પુરાવા તથા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.સમગ્ર મામલે DySP ચેતન ખટાણાએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે આરોપી શિક્ષકની અટકાયત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ તપાસ બાદ ઘટનાની હકીકત અને આગળની કાયદેસરની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થશે.
સ્કૂલ મેનેજમેન્ટે ટિપ્પણી ટાળી
ઘટનાને લઈને સ્કૂલ (Swami Vivekanand School Una) મેનેજમેન્ટે હાલ કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, આ મામલે તેઓ કોઈ નિવેદન આપવા માંગતા નથી. બીજી તરફ, વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ ધરાવતા શિક્ષક હાલમાં રજા પર હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો: રાજકોટમાં ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીને માર મારવાનો આરોપ, કુરકુરે ખાવાની બાબતે શિક્ષક વિવાદમાં
આ પણ વાંચો: વાવ-થરાદ વિસ્તારમાં શાળામાં વિવાદ: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર્યાનો આક્ષેપ
આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં ટ્યુશન ક્લાસમાં બબાલ, સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીને મારી છરી
