Not Set/ અમદાવાદ: સરદારનગરમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસનું મેગા ઓપરેશન

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસના ઝોન-4 DCP દ્વારા દેશી દારૂના મામલે પ્રોહીબિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવમાં અધિકારીઓ સહિત 200 જેટલા પોલીસકર્મી જોડાયા હતા. આ ડ્રાઈવ સરદારનગર, નરોડા, શાહીબાગ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે બે અલગ અલગ કારમાંથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. શહેરના ચર્ચિત એવા છારાનગર વિસ્તારમાં અમદાવાદ […]

Top Stories Ahmedabad Gujarat Trending
Ahmedabad: Zone-5 DCP has conducted Liquor Prohibition Drive

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસના ઝોન-4 DCP દ્વારા દેશી દારૂના મામલે પ્રોહીબિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવમાં અધિકારીઓ સહિત 200 જેટલા પોલીસકર્મી જોડાયા હતા. આ ડ્રાઈવ સરદારનગર, નરોડા, શાહીબાગ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે બે અલગ અલગ કારમાંથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

શહેરના ચર્ચિત એવા છારાનગર વિસ્તારમાં અમદાવાદ પોલીસ દ્વારા પ્રોહિબીશનની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં 1 DCP, 2 ACP, 3 PI, 7 PSI સહિત 175થી વધુ પોલીસકર્મી દ્ગારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને છારાનગરમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળતા ઝોન-4ની આખી પોલીસ ટીમ ત્રાટકી હતી. તહેવારોમાં દારૂની રેલમછેલ થતાં બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.

શહેરમાં નવરાત્રિના તહેવારમાં દેશી દારૂના વેચાણના મામલે છારાનગર, કુબેરનગર, નરોડામાં ઘરે-ઘરે જઇ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-4 દ્વારા દારૂના મામલે આ રેડ કરવામાં આવી હતી.

આ અંગે એક પોલીસ અધિકારીએ જણાયું હતું કે, આજે સવારથી નિશ્ચિત સમય પ્રમાણે મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું. પોલીસ અધિકારીઓની જુદી-જુદી સાત ટીમ પાડવામાં આવી હતી. જે બુટલેગરો પ્રોહિબિશન લિસ્ટમાં હોય છે તેમની નિયમિત યાદી આવતી હોય છે, તેના પર સતત વોચ રાખીને આ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.