Ahmedabad News: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમ વિભાગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક મોટા ઠગાઈ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. “લવ ગુરુ” (Love Guru)ના નામે મહિલાઓને ફસાવી બ્લેકમેઈલ કરનાર ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાજસ્થાનના બિકાનેરનો હોવાનું સામે આવ્યું છે.
‘Love Guru’ બની કરતો હતો બ્લેકમેઈલ
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ખોટી ઓળખ બનાવી “ગુરુમા” તરીકે પોતાને રજૂ કરતો હતો. પ્રેમ સંબંધ, લગ્નમાં સમસ્યા કે વ્યક્તિગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓને તે નિશાન બનાવતો અને તેમને “વશીકરણ” અને “શુદ્ધિકરણ વિધિ”ના નામે વિશ્વાસમાં લેતો.
આરોપી અને તેની ટીમ દ્વારા મહિલાઓને અલગ અલગ રીતે ફસાવવામાં આવતી હતી. વિધિના બહાને અશ્લીલ વિડિયો બનાવવામાં આવતા અને ત્યારબાદ તે વિડિયો તથા એડિટ કરેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, Love Guru ગેંગ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પ્રવૃત્તિમાં સક્રિય હતી.
તપાસ દરમિયાન અંદાજે 40થી 50 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની વિગતો બહાર આવી છે. એક પીડિતાએ જ લાખો રૂપિયાની રકમ ગુમાવી હોવાનું પણ નોંધાયું છે. આ મામલે સાયબર ક્રાઈમ ટીમે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને Love Guru ગેંગના અન્ય સભ્યોની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરી છે.
પોલીસ દ્વારા નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે, સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન રાખવો અને આવા પ્રલોભનોમાં ન ફસાવું. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:તાંત્રિક વિધિના નામે સમસ્યા દૂર કરવાની ખાતરી આપી અમદાવાદના યુવક સાથે છેતરપિંડી
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના એહવાલની અસર : આખરે પરિવારને મળી પોતાની દીકરી
આ પણ વાંચો:રાજકોટમાં લવ જેહાદ : હિન્દુ પત્ની ધરાવતા વિધર્મીએ સગીરાનું કર્યું અપહરણ
