Rajkot News : રાજકોટમાં વલ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. જેમાં આરોપીએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.બાદમાં તેણે સગીરાનું અપહરણ કર્યું હતું. આ વિધર્મીએ સગીરનું બે મહિના પહેલા પણ અપહરણ કર્યું હતું. ઈલીયાસ નામના આ વિધર્મીએ માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું હતું. તે સિવાય સગીરાની માતાનો આક્ષેપ છે કે વિધર્મી બે સંતાનોનો પિતા છે.
એટયું જ નહી સગીરા પર વશીકરણ કર્યું હોવાનો પણ મોતાએ આક્ષેપ કર્યો હતો. આ બનાવને પહલે સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિધર્મી યુવકની પહેલી પત્ની પણ હિન્દુ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ પાસે વિધર્મીનું લોકેશન હોવા છતા તેની ધરપકડ કરવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇલિયાસ નામના વિધર્મી યુવક દ્વારા 9 નવેમ્બર 2024 ના રોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં જુનાગઢ જિલ્લાના માણાવદર શહેર ખાતે સગીરાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે 34 વર્ષીય સગીરાની માતા દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે વીધર્મી યુવક વિરુદ્ધ બીએનએસ ની કલમ 87, 137 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ખાતે સગીરાના માતા પિતા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સગીરાની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિધર્મી યુવક બે સંતાનોનો પિતા છે. તેની પ્રથમ પત્ની પણ હિન્દુ છે. સગીરા પર વશીકરણ કર્યું હોવાથી તે પોતાના માતા પિતાનું પણ કહ્યું કરતી નથી. ત્યારે સરકાર તેમજ હિંદુ સંગઠનો પાસે સગીર દીકરીને વિધર્મીની ચંગુલમાંથી મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે. સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવા માંગ કરાઈ છે. માણાવદર પોલીસ પાસે વિધર્મી યુવક લોકેશન હોવા છતાં તેની ધરપકડ કરવામાં ન આવી હોવાનો આક્ષેપ સગીરાના માતા પિતા દ્વારા કરવામાં આવ્યો છે.
તેમણે સરકાર અને હિન્દૂ સંગઠનો પાસે સગીર દિકરીને વિધર્મીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા કરી માંગણી કરી છે. તે સિવાય સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી તેનું મેડિકલ કરાવવાની પણ માંગ ઉઠી છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ મામલો : ભોજન લેવાને કારણે બે લોકોને ઈન્ફેક્શન બાદ મોત થયા હતા : સૂત્રો
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં ગુજરાત સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા
આ પણ વાંચો:PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!
