ગુજરાત રાજયમાં કોરોનક વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્યમાં સતત કોરોના દર્દીઓમાં મોટો વધારો જોવ મળી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પણ પરિસ્થિતિ સતત બેકાબુ બનતી જોવા મળી રહી છે. ગાંધીનગરની સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે સારવાર માટે દર્દી ને અહીં તહી રઝળવું પડી રહ્યું છે.
કોરોના વિસ્ફોટ / કોરોના બન્યો બેકાબુ, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, 100થી વધુ નગરોમાં સ્વયંભુ લોકડાઉન
ત્યારે રાજ્યમાં કોવિડ -૧૯ નાં દર્દીઓને સારવાર આપી શકે તેવી હોસ્પિટલને એપેડેમિક ડિસીઝ એક્ટ -૧૮૯૭ ની જોગવાઈઓને આધીન શરતો અનુસાર ગાંધીનગર ની કેટલીક હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા અપાઇ છે. જીલ્લામાં કુલ ૧૩ હોસ્પિટલો ને ડેઝીગ્નેટ કરાઇ છે. આ હોસ્પિટલોમાં ૨ હજાર રુપિયા મહત્તમ ચાર્જ પ્રતિદિન લઇ શકાશે. તેથી વધુ ચાર્જ લઇ શકાશે. નહિ. વધુમાં દવા અને રેમડીસીવર ઇન્જેક્શન નો ચાર્જ હોસ્પિટલ વસુલી શકે છે. જીલ્લામાં આવેલી 13 હોસ્પિટલોને મંજુરી આપવામાં આવી છે.
બેકાબુ કોરોના / CM રૂપાણીએ મોરબીમાં દોહરાવ્યો PM મોદીનો 3 T મંત્ર, શહેરની સ્થિતિ કાબુમાં, લોકોને આપી સાવચેતીની સમજ
*કઈ હોસ્પિટલને મળી મંજુરી *

ઉલ્લેખનીય છે કે, ગત રોજ રાજયમાં 4021 કોરોના કેસ સામે આવ્યા છે. જયારે રાજ્યમાં 35 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના કેસનો આંક ખુબ ઝડપથી વધી રહો છે.
શું છે ડોક્ટરોના મંતવ્ય ?
ડો. તેજસ પટેલના જણાવ્યા અનુસાર આ વખતનો વાઇરસ અલગ છે. શિયાળા અને ઉનાળા માં પણ આ વાઇરસ સરવાઇવ થાય છે. માસ્ક પહેરો, ટોળા ભેગા ન કરો. લોકડાઉન ઉપાય નથી. લોકડાઉન થી અર્થતંત્ર પર વિપરીત અસર થાય છે. માસ્ક પહેરવું એક જ ઉપાય છે. વેકસીન લેવી જ જોઈએ. વેકસીન લીધા પછી કોરોના થાય તો જલ્દી સાજા થવાય. રસી લીધેલ સુપર સ્પ્રેડર બનતા નથી.
ડો. વી. એલ. શાહના જણાવ્યા અનુસાર આ એક વાઇરલ યુદ્ધ શરૂ થયું છે. આ વાઇરસ અગાઉના વાઇરસ કરતા ચાર થી છ ગણો ઝડપી ચેપ લગાડે. કુટુંબમાં એકને આવે એટલે ઝડપથી ચેપ લાગે છે. વેકસીનેશન ને માસ મૂવમેન્ટ તરીકે લેવું પડે છે.
ડો. અતુલ પટેલના જણાવ્યા અનુસાર ઘરની બહાર જવું જ નહીં. ત્રણ ગણી ઝડપથી આ રોગ ફેલાઈ રહ્યો છે. ડબલ માસ્ક પહેરીને નીકળો. હવે ઇન્વેસ્ટિગેશન અને અભ્યાસ જરૂરી. જેને કોરોના થાય તેની હિસ્ટ્રીના અભ્યાસની જરૂર છે.
