Not Set/ અમદાવાદ શહેરમાંથી નીકળતી સાબરમતી નદી મૃતપાય બની હોય તેવો ચોકાવનારો ખુલાસો આવ્યો સામે

અમદાવાદ શહેરમાંથી નીકળતી સાબરમતી નદી મૃતપાય બની હોય તેવો ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પાણીને ટ્રીટ કર્યા વિના સાબરમતીમાં ઠાલવવામાં આવતુ હોવાથી સાબરમતી નદીની હાલત ગંભીર બની છે. જુઓ મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ અમદાવાદ જિલ્લાને પાણી પૂરું પાડતા પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સાબરમતી નદીના ગંભીર પ્રદૂષણ બાબતે પર્યાવરણ સુરક્ષા સમિતિ અને […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાંથી નીકળતી સાબરમતી નદી મૃતપાય બની હોય તેવો ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પાણીને ટ્રીટ કર્યા વિના સાબરમતીમાં ઠાલવવામાં આવતુ હોવાથી સાબરમતી નદીની હાલત ગંભીર બની છે. જુઓ મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ

અમદાવાદ જિલ્લાને પાણી પૂરું પાડતા પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સાબરમતી નદીના ગંભીર પ્રદૂષણ બાબતે પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 12મી માર્ચનાં રોજ સંયુક્ત તપાસ કરાઇ હતી, જેમાં પાણીનાં નમુનાઓ લઇને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેનાં રિપોર્ટમાં મહત્વનાં ખુલાસાઓ થયા છે, અમદાવાદ સુધી સાબરમતી નદી તદ્દન સૂકી છે, શહેરમાં રોકી રાખેલું અને ભરી રાખેલું ગંદુ પ્રદુષિત પાણી ૧૨૦ કિલોમીટરમાં મૃત અવસ્થામાં છે. સાબરમતી રીવરફ્રન્ટ માત્ર પ્રદુષિત ગંદા પાણીથી ભરેલા હોજ સામાન છે. રીવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે તે માત્ર નરોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોનું અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી છે. વળી રીવરફ્રન્ટ બનવાના કારણે ભૂગર્ભજળમાં આ પાણી ઉતરતું બંધ થયું આથી અમદાવાદે પોતાના વપરાશ માટે નર્મદાના પાણી પર આશ્રિત રહેવું પડે છે જ્યારે અત્યારે નર્મદા બંધ પોતે પણ ગંભીર સ્થિતિમાં છે.

પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા પર્યાવરણ નિયમોનું પાલન નહીં કરતા તમામ ઔદ્યોગિક એકમોને બંધ કર નોટીસ આપવાની, CET કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને બંધ કરવાની,નિયમોનું પાલન નહીં કરતા ઔદ્યોગિક એકમોના માલિકો,એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એકમોના અધિકારીઓ અને અમદાવાદના મ્યુનીસીપલ કમિશ્નર સામે ફોજદારી કેસ દાખલ કરવાની પણ માંગ કરી હતી.. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નદીમાં ઝેર વહી રહ્યું છે અને ભૂગર્ભજળ ઝેરી બન્યું છે/ તેના કારણે આનાજ, શાકભાજી તથા પશુઓનો ઘાસચારો વગેરે ઝેરી બન્યા છે તે માટેના આગળના અહેવાલો તૈયાર કરવામાં આવે, જે ખેડૂતોની જમીનમાં કૂવા બોરમાં પાણી બગડયા છે તથા સાબરમતી નદીનું પ્રદુષિત પાણી વાપરવા મજબુર છે તે તમામ ખડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, પશુ પાળતા લોકોને પ્રતિ પશુ વળતર આપવામાં આવે અને ખેતી કરતાં ખેડૂતોને સીઝન પ્રમાણે વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

સાબરમતી નદીમાં પ્રવર્તી રહેલી સ્થિતીને ટાળવા માટે વહેલી તકે પગલાં લેવા પણ માંગ કરાઇ તેમજ જવાબદાર એકમોનાં માલિકો અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર સામે કોર્ટમાં ફરિયાદ કરવા સુધીની પણ માંગ કરવામાં આવી છે…

[embedyt] https://www.youtube.com/watch?v=x7Za-z4p6qQ[/embedyt]