Bharuch News/ જામા મસ્જિદ મુદ્દે વકર્યો વિવાદ! સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે

ભરૂચની જામા મસ્જિદના (Jama Masjid) મૂળ સ્વરૂપને લઈને વિવાદ ઊભો થયો છે. સનાતન સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું અને પુરાતત્વ વિભાગને ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા કડક પગલાં લેવા આવકારી.

Gujarat Others Trending
Jama Masjid

Bharuch Jama Masjid Dispute : ભરૂચ શહેરના મધ્યમાં આવેલી અને પુરાતત્વ વિભાગ (ASI) હસ્તક હેઠળ આવતી રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદ (Jama Masjid)ના મૂળ સ્વરૂપને લઈ શહેરમાં મોટો વિવાદ ઊભો થયો છે. સનાતન ધર્મના સંતો દાવો કરે છે કે આ સ્થળ મૂળરૂપે ‘સમળી વિહાર’ જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું.

સંતોએ ઉપવાસ આંદોલનની કરી શરૂઆત

સ્થાનિક શકિતનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરાનંદજી, સ્વામી રાજરાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાધેવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સંતોએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રીય ધરોહર ગણાતું અને સરકારની માલિકી ધરાવતું આ ઐતિહાસિક સ્થળ ગેરકાયદે ઉપયોગ માટે ખુલ્લું રહે છે, અને નિયમોનું પાલન ન થવાથી આંદોલન કરવાની ફરજ પડી.

Jama Masjid

ભરૂચ શહેરમાં આવેલી છે જામા મસ્જિદ (Jama Masjid)

સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ આંદોલનકાર્યકર્મ પર કડક પગલાં લેશે અને ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરશે. તેમણે જાગૃતિ અને ન્યાયની અપેક્ષા દર્શાવી, આંદોલન ચાલુ રાખવાની ચેતવણી પણ આપી છે. હાલમાં આ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, અને સંતો દર્શાવે છે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ આ ઉપવાસ યાત્રા ચાલુ રાખશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  ભરૂચ અંકલેશ્વરની Panoli GIDCમાં ભીષણ આગ

આ પણ વાંચોઃ  ગેરકાયદે ખનીજ ચોરી પર તંત્રનો સપાટો, 3.20 કરોડનો મુદ્દા માલ કરાયો જપ્ત