Not Set/ કોરોના બન્યો બેકાબુ, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, 100થી વધુ નગરોમાં સ્વયંભુ લોકડાઉન

રાજ્યમાં કોરોનાની લહેર જોખમી સાબિત થઈ રહી છે. ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સંક્રમણ રોકવા માટે હવે લોકો સ્વયભું લોકડાઉ તરફ વળી રહ્યાં છે.

Gujarat Others Trending

રાજ્યમાં કોરોનાની લહેર જોખમી સાબિત થઈ રહી છે. ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સંક્રમણ રોકવા માટે હવે લોકો સ્વયભું લોકડાઉ તરફ વળી રહ્યાં છે.

  • ઘરે રહો સુરક્ષિત રહો
  • રસીકરણ રામબાણ ઈલાજ

સરકાર પણ કોરોનાને કાબુ કરવા માટે યથાગ પ્રયાસ કરી રહી છે.  રસી કરણનું મહાઅભિયાન ચલાવી રહી છે. સરકાર કોરોનાને કાબુ કરવા માટે રાત્રી કરફ્યુ પણ નાખી દીધુ છે.  બીજી લહેર ઘાતક નીવડતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રી કફર્યૂનો અમલ કરવાની સાથે નગરો અને ગામોમાં પણ ક્યાંક પૂર્ણ તો ક્યાંક અંશત: લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે.

  • મોરબી શહેરમાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન
  • રાજકોટનાં જામવાડી-ઉપલેટામાં આંશિક લોકડાઉન
  • દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં બપોર ચાર પછી બંધ
  • અરવલ્લી જિલ્લાનાં સરડોઇમાં આંશિક બંધ
  • સુરતનાં વિવિધ જિલ્લામાં 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ
  • આણંદનાં દાવોલમાં બપોરે 12 થી 6 સ્વૈચ્છિક બંધ
  • પામોલમાં બપોરે 12 થી 6 સ્વૈચ્છિક બંધ
  • પીજમાં સવારે 10થી સાંજે 5 સુધી સ્વૈચ્છિક બંધ
  • બનાસકાંઠાનાં ડીસામાં શનિવારે થી સોમવાર બંધ
  • દાહોદના કતવારામાં સ્વૈચ્છિક લોકડાઉન, કતવારામાં શનિ-રવિ બજાર બંધ રહેશે
  • મહિસાગર બાલાસિનોરનું જનોડ ગામ ૩ દિવસ બંધ
  • પાટણના સિદ્ધપુરમાં આંશિક લોકડાઉન, સાંજે 6 થી સવારે 6 સુધી લોકડાઉન
  • ગીર સોમનાથના આજોઠા ગામે સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 6 થી 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી
  • દાહોદના દેવગઢ બારીયામાં આજથી રાત્રી કર્ફ્યુ, રાત્રે 8 થી સવારે 6 સુધી રાત્રી કરફ્યુ
  • ધોરાજીમાં કોરોના કેસમાં વધારો, ધોરાજીમાં 2 દિવસ સ્વયંભૂ લોકડાઉન , શનિ-રવિ ધંધા રોજગાર રહેશે બંધ
  • અમરેલીના લીલીયામાં સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 થી બપોરે 1 સુધી ખુલ્લી રહેશે

સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે રાજ્યના 100થી વધુ ગામોમાં સ્થાનિક તંત્ર, વેપારીઓ દ્વારા જુદા જુદા સમયે કોરોના કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.  ત્યારે મંતવ્ય ન્યુઝ પણ આપને અપિલ કરી રહ્યું ઘરે રહો સુરક્ષિત રહો