આજ રોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા ભાજપ હાર્દિક પટેલને ટિકિટ આપશે અને હાર્દિક પટેલ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં થી ચૂંટણી લડી શકે છે તે અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યોહતો. પરંતુ હાર્દિક ની ટિકિટની વાત અને ભાજપમાંથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ચૂંટણી લડવાની વાત ઉપર વાંચકોએ રીતસર નારાજગી દર્શાવી છે. અને પોતાનો રોષ ઠાલવ્યો છે. હાર્દિકને ટિકિટ આપવા ઉપર મંતવ્યના વાંચકોએ રીતસર વિરોધ દર્શાવ્યો છે. રામ નામે પથ્થર તારી જાય તેમ હાલમાં દેશમાં ભાજપના નામ ઉપર ગમેતેવો ઉમેદવાર પણ ચૂંટણી જીતી જાય તેવો માહોલ છે. ત્યારે વાંચકોએ તો હાર્દિકના હરવાની સાથે અન્યને પણ દુબડવાની વાત કૃ ગયા છે. આવો જોઇયે મંતવ્યના વાંચકોએ ઠાલવેલી હૈયા વરાળ ?
એક વાંચકે લખ્યું છે કે જયાંથી લડશે ત્યાંથી એના જ માણસો એને હરાવશે. જોઈ લેજો એનું રાજકારણ ખતમ કરવા માટે જ એને ટિકિટ પણ આપશે.
આ ભાઇને જરા આજુબાજુ જ નજર કરવાની જરૂર છે કેટલા આના જેમ જ આવેલા ઓ ની હાલત શું કરી છે.
આનુ ધ્યાન રાખજો એક નંબર નો લુખો છે ગમે ત્યાં થી ઊભો રહે તેની ડીપોઝીટ જાય એવુ કામ કરવા નુ છે અલ્પેશ ઠાકુર ની હાલત કરી એવીજ કરવાની છે સમાજના નામે રૂપિયા બનાવી લીધા 14પાટીદાર નો હત્યારો છે આનુ તો ખાસ ધ્યાન રાખજો ભાઈ
ગમે તે સીટ પર લડે તે બેઠક ભાજપ માટે ગુમાવ્યા સમાન હશે
ગમે તે વિસ્તારમાં ઉભો કરવામાં આવશે તોયે પ્રજા અને ભાજપના કાર્યકરો જ તેને હરાવશે
પનોતી બસ બીજેપી નું પૂરું
ભા. જ. પ. નો અંત નકકી
જો આ ને ભાજપ ટિકિટ ફાળવણી કરશે તો ભાજપ સરકાર ને મીનીમમ પાંચ સીટો ઓછી આવશે ! કારણકે જે પટેલ નાં દિકરા મોત નાં મુખ માં હોમાયા છે ? જે આ પટેલ નાં કારણે ! આ પણ કેજરીવાલ ની જેમ ઓદોલન માં થી ઊપજી આવેલ છે ! જે તે વખતે કહેતો હતો કે હું રાજકારણમાં નહીં જાવ! અને અત્યારે !
વિરમગામ ની સીટ ઉપર ભાજપ જ હરાવે તેમ છે એટલે અમદાવાદ સ્યોર સીટ પંસદ કરે છે
એટલે કી હાર પાક્કી છે.😅😅😅😅😅😅😅😅😅
પૂર્વ વિસ્તારમાં નિકોલ નરોડા ઠક્કર નગર ત્રણ માથી ગમે તયાથી લડશે પાટીદારો નો જોરદાર વિરોધ થશે પાટીદારો સાથે ગદારી કરી છે
ગરબા કરી ઘરે આવશે રમતા રમતા
પાટીદારો સાથે અમાનુષી અત્યાચાર કોણે કર્યો હતો અને શહિદ પાટીદારો ને બે મહિના મા ન્યાય. અપાવી દેશે અને તેમના પરિવારમાં થી કોઈ ને નોકરી અપાવશે એવા જુઠા આશ્ર્વાસન. આપી ભાજપ ની કંઠી પહેરી હતી હવે પાટીદારો આ વિસ્તારમાં પગ પણ મુકવા નહિ દે
આનુ ધ્યાન રાખજો એક નંબર નો લુખો છે ગમે ત્યાં થી ઊભો રહે તેની ડીપોઝીટ જાય એવુ કામ કરવા નુ છે અલ્પેશ ઠાકુર ની હાલત કરી એવીજ કરવાની છે સમાજના નામે રૂપિયા બનાવી લીધા 14પાટીદાર નો હત્યારો છે આનુ તો ખાસ ધ્યાન રાખજો ભાઈ

