ભાવ વધારો/ ઘરેથી વાહન નિકાળતા પહેલા જોઇ લેજો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ, બન્નેમાં આજે પણ થઇ છે વૃદ્ધિ

પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં દિવસો જતા ધીમે ધીમે વૃદ્ધિ થઇ રહી છે. આ ભાવ વધારાનાં કારણે સામાન્ય માણસ માટે હવે વાહન ચલાવવું એક મોટો સવાલ બની ગયો છે.

Top Stories Business

પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં દિવસો જતા ધીમે ધીમે વૃદ્ધિ થઇ રહી છે. આ ભાવ વધારાનાં કારણે સામાન્ય માણસ માટે હવે વાહન ચલાવવું એક મોટો સવાલ બની ગયો છે. ઘણા દિવસોથી વધી રહેલા ભાવમાં આજે ફરી વૃદ્ધિ થઇ છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધ્યા છે.

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં નવા દર જાહેર કર્યા છે. શનિવારે સ્થિર રહ્યા બાદ આજે (રવિવારે) ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ રવિવારે એટલે કે 20 જૂન 2021 નાં ​​રોજ પેટ્રોલનાં દરમાં 29 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ડીઝલ 28 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દિલ્હીનાં માર્કેટમાં 20 જૂનનાં રોજ પેટ્રોલ વધીને 97.22 રૂપિયા અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે ઇંધણનાં ભાવમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલનાં દર શનિવારે સ્થિર રહ્યા હતા. વળી મુંબઇ અને બેંગલુરુમાં પેટ્રોલનાં ભાવ આસમાને સ્પર્શી ગયા છે. અહીં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. શુક્રવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વળી ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

મુલાકાત / અમિત શાહ આજે આવશે અમદાવાદ, જાણો તેમના પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ

પ્રમુખ મહાનગરોમાં આજે શું છે પેટ્રોલ અને ડીઝલી કિંમત

આપને જણાવી દઇએ કે, દેશની રાજધાની દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં આજે લિટર દીઠ રૂપિયામાં પેટ્રોલ અને ડીઝલનો દર નીચે મુજબ છે.

શહેર                              પેટ્રોલ                          ડીઝલ
દિલ્હી                               97.22                          87.97
મુંબઇ                               103.36                        95.44
કોલકાતા                          97.12                           90.82
ચેન્નાઈ                              98.40                          92.58

વિવાદ / CBSE ધોરણ 12ના ખાનગી વિદ્યાર્થીઓને ખટખટાવ્યા સુપ્રીમના દ્વાર, પરીક્ષા રદ કરવાની માંગ

શનિવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.93 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 87.69 રૂપિયા રહ્યો હતો. આ દરમ્યાન મુંબઇમાં પેટ્રોલ 103.08 રૂપિયા, ડીઝલ 95.14 પ્રતિ લિટર વેચાયું હતું. વળી ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 98.14 હતો અને ડીઝલની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે અને તે લિટરદીઠ રૂ. 92.31 રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમુક દિવસોને છોડી જે રીતે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે, જેણે હવે મોંઘવારીમાં વધારો કરવામાં મોટો ફાળો ભજવ્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધે એટલે તમામ ચીજ વસ્તુઓનાં ભાવ વધી જાય છે. ત્યારે આજે એવી સ્થિતિ બની છે કે દેશનાં ઘણા રાજ્યોનાં શહેરોમાં પેટ્રોલ 100 ને પાર પહોંચી ગયુ છે.