Not Set/ યુવતીઓ ભાગી જવા માટે મોબાઈલ જવાબદાર : મીના કુમારી

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના સદસ્ય મીના કુમારીએ છોકરીઓને મોબાઈલ ન આપવા વિનંતી કરી હતી અને જો મોબાઈલ આપો તો સંપૂર્ણ મોનિટરિંગ કરવા કહ્યું હતું.

Top Stories India
A 156 યુવતીઓ ભાગી જવા માટે મોબાઈલ જવાબદાર : મીના કુમારી

ઉત્તર પ્રદેશના મહિલા આયોગના ચેરમેન મીના કુમારીએ યુવતીઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મીના કુમારીએ પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે યુવતીઓને મોબાઇલ ફોન ન આપવો જોઇએ કારણ કે તેઓ યુવકો સાથે કલાકો સુધી વાતચીત કરે છે. મીના કુમારી આટલેથી જ અટક્યા નહતા તેમણે કહ્યું કે યુવતીઓ મોબાઇલના કારણે જ યુવકો સાથે ભાગી જાય છે. દરેક માતાની લાપરવાહીના કારણે જ આવું થાય છે.

અલીગઢ સહિત યૂપીના તમામ ભાગોમાં થયેલી રેપની ઘટનાઓ પર એક પત્રકારે પ્રશ્ન કર્યો કે શું કારણ છે કે યૂપીમાં રેપના કેસ કેમ નથી રોકાઈ રહ્યા? મીના કુમારીએ કહ્યું કે, સખ્તાઈ તો ખૂબ વર્તવામાં આવી રહી છે. સમાજમાં આ પ્રકારના કેસ નથી રોકાઈ રહ્યા. અમારી સાથે સાથે લોકોએ પણ આગળ આવવું પડશે. મીના કુમારએ આગળ કહ્યું કે, “પોતાની દીકરીઓને પણ જોવી પડશે કે ક્યાં જઇ રહી છે અને કોના છોકરા સાથે બેસી રહી છે. મોબાઇલ પણ જોવો પડશે. સૌથી પહેલા હું સૌને એ જ કહું છે કે છોકરીઓ મોબાઇલથી વાત કરે છે અને મેટર અહીં સુધી પહોંચી જાય છે કે તે તેને લઇ ભાગી જાય છે લગ્ન માટે.

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના સદસ્ય મીના કુમારીએ છોકરીઓને મોબાઈલ ન આપવા વિનંતી કરી હતી અને જો મોબાઈલ આપો તો સંપૂર્ણ મોનિટરિંગ કરવા કહ્યું હતું. તેમના મતે આ માટે માતાની જવાબદારી સૌથી મોટી છે અને જો આજે છોકરીઓ બગડી છે તો તેના પાછળ તેમની માતાઓ જ જવાબદાર છે.

મીના કુમારીએ કહ્યું કે, કાલે મારી પાસે એક મેટર આવી છે. વાલ્મિકીની છોકરી છે અને જાટવનો છોકરો છે. કાલે લોકો મારી પાસે આવ્યા, તેમના પર વધારે સખ્તાઈ થઈ તો તેમણે ફોટો નાંખી દીધો અને લગ્ન કરી લીધા. ગામના લોકોએ પંચાયત કરીને કહ્યું કે, અમે ઘરમાં ઘૂસવા નહીં દઇએ. મીના કુમારીએ કહ્યું કે, હું અપીલ કરીશ કે ઘરવાળા મોબાઇલ ના આપે. જો આપે તો એનું સંપૂર્ણ ધ્યાન રાખે. હું બાળકોની માને કહીશ કે તેઓ જો મોબાઇલ આપે તો તેનું સંપૂર્ણ ધ્યાન રાખે. માની લાપરવાહીથી જ દીકરીઓની આ હાલત થાય છે.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ પ્રત્યે અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું છે અને તે સતત મહત્વનો મુદ્દો બની રહ્યો છે પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે મહિલા આયોગના સદસ્ય દ્વારા આ રીતે મોબાઈલ ફોનને જવાબદાર ઠેરવવામાં આવે તેની ખૂબ ટીકા થઈ રહી છે.