પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે NABને ફટકાર લગાવી હતી. Imran-Supreme Court આ સાથે કોર્ટે ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પીટીઆઈના અધ્યક્ષને એક કલાકમાં હાજર થવા કહ્યું હતું. ઈમરાનની મુક્તિ પર સુપ્રીમ કોર્ટ આજે જ મોટો નિર્ણય આપી શકે છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને એક કલાકમાં કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. ઈમરાન ખાનની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટ ખૂબ જ કડક છે.
સુપ્રીમ કોર્ટે NABને પૂછ્યું, કાયદો હાથમાં લેવાની શું જરૂર છે?
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ઈમરાન ખાનની ધરપકડ પર સુનાવણી ચાલુ છે. Imran-Supreme Court પીટીઆઈ અધ્યક્ષની ધરપકડ પર ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ ઉપરાંત ચીફ જસ્ટિસ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહ અલ કાદિર ટ્રસ્ટમાં ઈમરાનની ધરપકડની સુનાવણી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ઈમરાનની ધરપકડ કાયદેસર છે કે ગેરકાયદે. જસ્ટિસ મિનાલ્લાહે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ને ફટકાર લગાવી. નેબને પૂછવામાં આવ્યું છે કે તેને કાયદો હાથમાં લેવાની શું જરૂર હતી.
ઇમરાન ખાનના એક સમર્થકે બુધવારે પેશાવરમાં કહ્યું, “જો તેઓ Imran-Supreme Court વિચારે છે કે ઇમરાન ખાનની ધરપકડથી અમારું મનોબળ ઘટી જશે, તો તેઓ ખૂબ જ ખોટા છે.” પ્રદર્શનકારીએ કહ્યું, ‘અમે ઈમરાન ખાન સાથે ઉભા છીએ અને મરતા સુધી તેમને સમર્થન આપીશું. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવાની માંગ વધી રહી છે. પાકિસ્તાનની ટોચની IT સંસ્થાએ સરકારને દેશમાં ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવા અપીલ કરી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસાને જોતા પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
પીટીઆઈનો મોટો દાવો, અથડામણમાં અત્યાર સુધીમાં 47 કાર્યકરોના મોત થયા છે
પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈમરાન ખાનની ધરપકડ બાદ, સુરક્ષા દળો સાથેની અથડામણમાં તેના 47 કાર્યકરો માર્યા ગયા છે, લગભગ 100 ઘાયલ થયા છે અને 1000ની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈનો દાવો છે કે Imran-Supreme Courtપાર્ટીના 5 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને 9ના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે.પીટીઆઈના ભૂતપૂર્વ નેતા ફૈઝલ વાવડાએ દાવો કર્યો છે કે પાર્ટીના કેટલાક નેતાઓ ઈમરાન ખાનને બદલીને પોતે વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે નેતાઓ એક ‘વિદેશી એજન્સી’ના સંપર્કમાં હતા.
આ પણ વાંચોઃ Toll Tax-Compensation/ દસ રૂપિયાનો વધારાનો ટોલ કાપ્યો તો NHAIએ 8,000નું વળતર ચૂકવવાનું આવ્યું
આ પણ વાંચોઃ ગુજરાત વિદ્યાપીઠ/ ગુજરાત વિદ્યાપીઠ સાદરા અને રાંધેજાના કેમ્પસને અમદાવાદ લાવશે
આ પણ વાંચોઃ Udhav-Shinde/ ઉદ્ધવે સત્તા માટે વિચારધારા છોડી દીધીઃ ફડનવીસ
