Not Set/ ‘પતિ, પત્નિ અને વો’ નો કિસ્સો એકવાર ફરી આવ્યો સામે, લીવ ઇન રીલેશનનું આવ્યુ કરૂણ અંજામ

પતિ, પત્નિ અને વો નાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પલસાણા ખાતે થયેલી હત્યામાં પણ કઇક આવો જ કિસ્સો હોય તેવુ સામે આવી રહ્યુ છે. અહી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યા મૃતકની પત્નિએ જ તેના સાથીઓની સાથે મળી તેના જ પતિની હત્યા કરી નાખી હતી. ભેદ ઉકેલાતા પોલીસે મૃતકની […]

Top Stories Gujarat
palsana 'પતિ, પત્નિ અને વો' નો કિસ્સો એકવાર ફરી આવ્યો સામે, લીવ ઇન રીલેશનનું આવ્યુ કરૂણ અંજામ

પતિ, પત્નિ અને વો નાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પલસાણા ખાતે થયેલી હત્યામાં પણ કઇક આવો જ કિસ્સો હોય તેવુ સામે આવી રહ્યુ છે. અહી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યા મૃતકની પત્નિએ જ તેના સાથીઓની સાથે મળી તેના જ પતિની હત્યા કરી નાખી હતી. ભેદ ઉકેલાતા પોલીસે મૃતકની પત્નિની ધરપકડ કરી 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે 2 આરોપીઓ ફરાર થઇ ગયા છે. હત્યા પાછળનું શું હતુ કારણ અને કેવુ હતુ રોહિતનું વ્યક્તિત્વ જેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામા આવી રહી છે.

પોલીસને પલસાણા તાલુકાનાં તુંડી ગામ પાસે ખેતર નજીક કોતરમાંથી એક ખરાબ હાલતેમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનાં પી.એમ બાદ મૃતકની હત્યા થઇ હોવાનું અને મૃતક કામરેજનાં વેલંજા ખાતે રહેતા રોહિત બોરડની હોવાનું બહાર આવ્યું હતું. રોહિતની હત્યા કોણે કરી અને શું કામ કરી પોલીસ તેની તપાસમાં લાગી ગઈ હતી. તેણે તપાસની શરૂઆત હંમેશની જેમ પરિવારથી જ શરૂ કરી હતી. જો કે અહીથી જ સમગ્ર ભાંડો ફુટ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મૃતક રોહિત તેની પત્નિ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. તેટલુ જ નહી તે સ્પા અને સમાજ પાર્લરનાં નામે યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જોવાનું રહેશે.

રોહિત કામરેજનાં વેલંજા ખાતે જ્હાનવી નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનમાં રહેતો હતો. રોહિતની ગુમ થયાની ફરિયાદ જ્હાનવીએ કામરેજ પોલીસ મથકમાં કરી હતી, રોહિતનાં મૃતદેહની ઓળખ બાદ જ્હાનવીએ રોહિતની પત્ની પાયલ પર રોહિતની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે પ્રાથમિક તબક્કે પાયલ પોલીસને ઉંધા રસ્તે દોરી ગઈ હતી પરંતુ પોલીસની કડક પૂછપરછમાં પાયલ ભાંગી પડી અને કબુલ કરી દીધું કે તેણે જ રોહિતની હત્યા પોતાના મિત્રો સાથે મળી ને કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન