Not Set/ રિલાયન્સ કમ્યુનિકેશન વિરુદ્ધ શરુ થશે બેન્કરપ્ટસી પ્રોસીડીંગ

  ઇન્સોલ્વેન્સી ટ્રીબ્યુનલએ રિલાયંસ કોમ્યુનિકેશન (આરકોમ) વિરુદ્ધ બેન્કરપ્ટસી પ્રોસીડીંગ શરુ કરવાનો ઓર્ડર આપ્યો છે. જેમાં અનીલ અંબાણીની માલિકી હક ધરાવતી ટેલીકોમ કંપનીની પોતાની વાયરલેસ એસેટ્સ મોટાભાઈ મુકેશ અંબાણીના રિલાયન્સ જીઓ ઇન્ફોકોમને 18,000 કરોડ રૂપિયામાં વેંચવાની ડીલથી ધક્કો લાગી શકે છે. આરકોમ પર મોટા પ્રમાણમાં કરજો છે અને તેને ઓછું કરવા માટે આ ડીલ કરવામાં આવી […]

Top Stories India Business
anil ambani રિલાયન્સ કમ્યુનિકેશન વિરુદ્ધ શરુ થશે બેન્કરપ્ટસી પ્રોસીડીંગ

 

ઇન્સોલ્વેન્સી ટ્રીબ્યુનલએ રિલાયંસ કોમ્યુનિકેશન (આરકોમ) વિરુદ્ધ બેન્કરપ્ટસી પ્રોસીડીંગ શરુ કરવાનો ઓર્ડર આપ્યો છે. જેમાં અનીલ અંબાણીની માલિકી હક ધરાવતી ટેલીકોમ કંપનીની પોતાની વાયરલેસ એસેટ્સ મોટાભાઈ મુકેશ અંબાણીના રિલાયન્સ જીઓ ઇન્ફોકોમને 18,000 કરોડ રૂપિયામાં વેંચવાની ડીલથી ધક્કો લાગી શકે છે.

આરકોમ પર મોટા પ્રમાણમાં કરજો છે અને તેને ઓછું કરવા માટે આ ડીલ કરવામાં આવી હતી. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) ની મુંબઈ બેન્ચે આઠ મહિનાની કાયદાકીય લડાઈ બાદ મંગળવારે આરકોમ અને તેની સબ્સડીયરીઝ વિરુદ્ધ સ્વીડનની ટેલીકોમ ગીયર કંપની એરિક્સનની ત્રણ પીટીશન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેનાથી એરસેલ બાદ આરકોમ બેન્કરપ્ટસી  પ્રોસીદીન્ગમાં જનાર બીજી ટેલીકોમ કંપની બની ગઈ છે. એનસીએલટી ના આ ઓર્ડર વિરુદ્ધ આરકોમ કંપની નેશનલ કંપની લો અપિલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી) માં અપીલ કરી શકે છે.

જાહેર છે કે આરકોમ પર લગભગ 45 હજાર રૂપિયાનો કરજો છે. તેને ઓછો કરવા માટે તેમણે એરસેલ સાથે મર્જર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો હતો. આ મામલામાં એરિક્સનની લૉબિંગ કરનાર સીનીયર લોયર અનીલ ખેરે ઈટી ને જણાવ્યું હતું કે,

ત્રણેય પીટીશન દાખલ કરી લેવામાં આવી છે અને એરિક્સનને બુધવારના રોજ ઇન્ટરીમ રીઝોલ્યુશન પ્રોફેશનલના નામ નો સુજાવ આપવાનો રહેશે. એરીક્સનની આરકોમ પર લગભગ 1,150 કરોડ બાકી છે. તેને રીકવર કરવા માટે એરિક્સનને પીટીશન દાખલ કરી હતી.