Not Set/ રાજ્યપાલને મળ્યા બાદ યેદુરપ્પાએ કર્યો સરકાર રચવાનો દાવો, કહ્યું, ગુરુવારે CM પદના લેવામાં આવશે શપથ

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી બાદ સરકારના ગઠન માટે જોવા મળેલો સસ્પેન્સ હજી યથાવત રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યો નથી. ત્યારે હવે ૧૦૪ સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદુરપ્પા નેતૃત્વમાં સરકારનું ગઠન કરવા […]

Top Stories India Trending
rrrrrrr રાજ્યપાલને મળ્યા બાદ યેદુરપ્પાએ કર્યો સરકાર રચવાનો દાવો, કહ્યું, ગુરુવારે CM પદના લેવામાં આવશે શપથ

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી બાદ સરકારના ગઠન માટે જોવા મળેલો સસ્પેન્સ હજી યથાવત રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યો નથી.

ત્યારે હવે ૧૦૪ સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદુરપ્પા નેતૃત્વમાં સરકારનું ગઠન કરવા માટે દાવો રજૂ કર્યો છે.

ગુરુવારે CM પદના લેવામાં આવશે શપતયેદિયુરપ્પા

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કર્યા બાદ તેઓએ ગુરુવારે CM પદના શપથ લેવા માટે જણાવ્યું છે. હવે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે કે, કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને પણ બહુમતી માટે જરૂરી ૧૧૨ બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોચવામાં આવે અને રાજ્યપાલને આ MLAનો સમર્થન પત્ર આપવામાં આવે.

કોંગ્રેસના ૪ અને જેડીએસના ૨ MLA છે ગાયબ

બુધવારે કોંગ્રેસની ધારાસભ્યોની બેઠકમાં ૪ MLA પહોચ્યા નથી તેમજ જેડીએસના બે MLA પણ પાર્ટીની બેઠકથી ગાયબ રહ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાનું જણાવવામાં આવ્યું છે તેમજ એક નિર્દલીય MLAએ પણ ભાજપનું સમર્થન કર્યું છે.

બીજી બાજુ કુમારસ્વામીએ બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણીમાં જીત હાંસલ કરી છે,  જેથી ભાજપ રાજ્યપાલ સમક્ષ દબાણ ઉભું કરી શકે છે કે કુમારસ્વામી વિશ્વાસ મત હાંસલ કરતા પહેલા બે માંથી એક સીટ પરથી રાજીનામું આપે.

કોંગ્રેસ – JD(S)ના ૧૫ MLA રહી શકે છે ગેરહાજર

આ ઉપરાંત વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરતા સમયે કોંગ્રેસ અને જેડીએસના ઓછામાં ઓછા ૧૫ ધારાસભ્યો ગેરહાજર રહેવા માટે પ્લાનિંગ કરી શકે છે.  જેથી વિધાનસભા ગૃહમાં MLAનું સંખ્યા ૨૨૨થી ઘટીને ૨૦૭ થઇ ગયું  છે.  ત્યારે હવે બહુમતનો આંકડો હાંસલ કરવા માટે જરૂરી ૧૦૪ સીટના આંકડાને ભાજપ વટાવી શકે છે અને પોતાની સરકાર પર પણ બાનવી શકે છે.

BJP દ્બારા સધાઈ શકે છે લિંગાયત સમુદાયના MLAનો સંપર્ક

માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ દ્વારા લિંગાયત સમુદાયના ધારાસભ્યોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. મહત્વનું છે કે, કોંગ્રેસના ૨૧ અને જેડીએસ ૧૦ MLA લિંગાયત સમુદાયના છે.