Not Set/ પાવીજેતપુર ખાતે ત્રણ દીવસથી ગુમ થયેલ યુવતીની લાશમાં હત્યાનો નોધાયો ગુનો

છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુર નાનીબેજ ખાતે ત્રણ દીવસ થી ગુમ થયેલ યુવતી કલ્પના બેન લક્ષમણ ભાઇ રાઠવા ગત 7 તારીખના રોજ ફળિયામાં લગ્ન હોઈ ચોલી અને કપડાં લેવાનું કહી પોતાના ઘરે થી નીકળી હતી જે યુવતીની લાશ નાની બેજ ગામના કોતર પાસેથી મળતા પાવી જેતપુર પોલીસે લાશનો કબજો મેળવી અને યુવતીના મૃતદેહ ને પોષ્ટ મોર્ટમ માટે મોકલી આપવામા આવ્યો છે અને પાવીજેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. 

Top Stories Gujarat Others
zzas1 43 પાવીજેતપુર ખાતે ત્રણ દીવસથી ગુમ થયેલ યુવતીની લાશમાં હત્યાનો નોધાયો ગુનો

@સુલેમાન ખત્રી, બોડેલી છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુર નાનીબેજ ખાતે ત્રણ દીવસ થી ગુમ થયેલ યુવતી કલ્પના બેન લક્ષમણ ભાઇ રાઠવા ગત 7 તારીખના રોજ ફળિયામાં લગ્ન હોઈ ચોલી અને કપડાં લેવાનું કહી પોતાના ઘરે થી નીકળી હતી જે યુવતીની લાશ નાની બેજ ગામના કોતર પાસેથી મળતા પાવી જેતપુર પોલીસે લાશનો કબજો મેળવી અને યુવતીના મૃતદેહ ને પોષ્ટ મોર્ટમ માટે મોકલી આપવામા આવ્યો છે અને પાવીજેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રણ દીવસ થી ગુમ થયેલ યુવતીની લાશ મળી આવતા જીલ્લા મા હાલ તો ચકચાર મચી જવા પામ્યો છે ઘરેથી ગયા બાદ ગઈકાલે સાંજે પાવીજેતપુર ના નાનીબેજ ગામના કોતર પાસે યુવતીની લાશ મળી આવી છે ત્યારે હવે આ ઘટના બાદ આ યુવતીની લાશ અહી કેવી રીતે શુ કારણ થી તેનુ મોત થયુ તે રહસ્ય હાલ અકબંધ છે.

હાલ મળતી માહિતી મુજબ મરણ જનાર યુવતીના પોસ્ટમોર્ટમમાં યુવતીના જમણા કાન નીચે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડયાના નિશાન મળી આવ્યા છે.  જમણા કાણની નીચે ગળાના ભાગે તથા જમણા હાથે હથેળીથી કાંડાના ભાગે ઇજાના નિશાન મળતા પાવી જેતપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…