ધરતીકંપ/ રાજ્યનાં આ બે વિસ્તારમાં આવ્યા ભૂકંપનાં આંચકા, જાણો કેવી રીતે આવે છે ધરતીકંપ

રાજ્યમાં એક તરફ કોરોનાનાં કેસ અને તેના નવા વેરિઅન્ટને લઇને જનતા પહેલા જ ભયમાં જીવી રહી છે, ત્યારે હવે વધુ એક મુસિબતનો સામનો રાજ્યનાં આ વિસ્તારમાં લોકો કરી રહ્યા છે. 

Top Stories Gujarat Others
ધરતીકંપ
  • ગોંડલની આસપાસ ભૂકંપનાં આંચકા
  • વીરપુરમાં પણ અનુભવાયા આંચકા
  • 6.53 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપ
  • ગોંડલથી 22 કિમી દુર નોંધાયું કેન્દ્રબિંદુ
  • ભૂકંપનાં આંચકાને પગલે લોકોમાં ભય
  • અમરેલીના ગ્રામ્યમાં ભૂકંપનો આંચકો
  • વડિયા અને આસપાસમાં અનુભવાયા આંચકો
  • 6:54 કલાકે વહેલી સવારે અનુભવાયો આંચકો
  • 3.4ની તિવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

રાજ્યમાં એક તરફ કોરોનાનાં કેસ અને તેના નવા વેરિઅન્ટને લઇને જનતા પહેલા જ ભયમાં જીવી રહી છે, ત્યારે હવે વધુ એક મુસિબતનો સામનો રાજ્યનાં આ વિસ્તારમાં લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો – વધુ એક મુસિબત / પાકિસ્તાનની ઈમરાન સરકાર Fail સાબિત થઇ, દેશ પર જેટલુ દેવું છે તે જાણી તમે પણ કહેશો OMG!

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં બે વિસ્તાર ગોંડલની આસપાસ અને અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે એટલે કે બુધવારનાં રોજ વહેલી સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આજે જ્યારે લોકો કોરોનાવાયરસ અને હવે તેના નવા વેરિઅન્ટથી ભયમાં જીવી રહ્યા છે ત્યારે ગોંડલ અને અમરેલીનાાં લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, વીરપુર અને વડિયાની આસપાસમાં પણ આ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ગોંડલમાં ભૂકંપનો આ આંચકો વહેલી સવારે 6.53 કલાકે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિમી દૂર નોંધાયુ હતુ. વળી અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આ આંચકો વહેલી સવારે 6.54 કલાકે અનુભવાશે. આ જગ્યાઓમાં નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 ની નોંધાઇ છે.

જાણો કેવી રીતે આવે છે ભૂકંપ

ભૂકંપ આવવા પાછળનું કારણ જાણતા તમારે પહેલા આપને જણાવી દઇએ કે, આપણે શરૂઆતથી જ એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, જો ધરતી ધ્રૂજવા લાગે તો આપણું મન પણ ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે, કે આખરે આ ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે આ વિશે અધૂરી માહિતી હોય છે. આવામાં આજે આપણે સમજીશું કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે? જો કે ભૂકંપને સમજતા પહેલા આપણે ભૂમિ વિશે થોડુક સમજી લઈએ. શું તમે જાણો છો કે સાત ખંડમાં વહેચાયેલા આપણી આ પૃથ્વી ૩૩ કરોડ વર્ષ પહેલા એક જ ભૂમિ ભાગ હતી. એટલે કે એક વિશાળ મહાદ્વીપ અને આસપાસ બસ સાગર. આ આખાય મહાદ્વીપનું નામ હતું પેંજીયા. પણ જેમ કે આપણી પૃથ્વીમાં મુખ્ય સાત ટેક્ટોનીક પ્લેટસ છે. આ પ્લેટસ આપણા જમીન ભાગનો સરફેસ ભાગ છે, જેના નીચે અવિરત લાવા વહેતો રહે છે. પરિણામે આ પ્લેટસ એના પર સ્પ્રેડ કરતી રહે છે. એટલે કે ખસે છે. એમ પણ કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે માત્ર એક જ મહાદ્વીપ પેંજીયા હતો, ત્યારે ખુબ ધીમી ગતિએ આ પ્લેટસ વિસ્તરતી રહી અને બધા મહાદ્વીપોનું નિર્માણ થયું.

ધરતીકંપ આવે તે સમયે શું કરવુ જોઇએ?

દુનિયાનાં ઘણા વિસ્તારો છે કે જ્યા ભૂકંપ અવાર-નવાર આવે છે. ધરતીકંપ એ એક ખૂબ જ ભયાનક કુદરતી આફતો છે જે ઘણા માનવ જીવનનો દાવો કરે છે અને નોંધપાત્ર સામગ્રીને નુકસાન પહોંચાડે છે. આજે, વ્યક્તિ આ કુદરતી ઘટનાને રોકવા માટે કંઇપણ કરવા માટે શક્તિવિહીન છે. વિશ્વનાં ઘણા મોટા શહેરો, Industrial ઔદ્યોગિક કેન્દ્રો અને મોટાભાગનાં વસ્તીવાળા વિસ્તારો મજબૂત ધરતીકંપનાં આંચકાવાળા વિસ્તારોમાં સ્થિત છે. ભૂકંપગ્રસ્ત ઝોનમાં આવેલા શહેરો અને અન્ય વસાહતોના રહેવાસીઓને ભૂકંપ પહેલા, તે પછી અને પછી વર્તન અને ક્રિયાઓની તૈયારીની મૂળભૂત બાબતોમાં શાળામાંથી તાલીમ લેવી જોઈએ. આજે, ફક્ત આ રીતે, વાસ્તવિકતામાં, ભૂકંપ દરમિયાન ઘણા લોકોનાં જીવ બચાવવા શક્ય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…