Cricket/ BCCIએ જાહેર કર્યો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ,અમેરિકામાં રમાશે બે મેચ, આ તારીખથી શ્રેણી શરૂ થશે

ભારત આ સમયગાળા દરમિયાન બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. 6 સ્ટેડિયમમાં 10 મેચોનું આયોજન કરવામાં આવશે

Top Stories Sports
5 1 8 BCCIએ જાહેર કર્યો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ,અમેરિકામાં રમાશે બે મેચ, આ તારીખથી શ્રેણી શરૂ થશે

ટીમ ઈન્ડિયાને રવિવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટાઈટલ મેચ પુરી થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ જુલાઈ અને ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારત આ સમયગાળા દરમિયાન બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. 6 સ્ટેડિયમમાં 10 મેચોનું આયોજન કરવામાં આવશે. બે મેચ અમેરિકામાં યોજાશે. આ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે.

બીસીસીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેડ્યૂલની જાહેરાત કરી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં જ્યારે બીજી ટેસ્ટ 20 થી 24 જુલાઈ દરમિયાન ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. વનડે શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે. 50 ઓવરના ફોર્મેટની પ્રથમ અને બીજી મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે યોજાશે.

બીજી મેચ 29 જુલાઈએ છે. તે જ સમયે, આ શ્રેણીની છેલ્લી મેચ ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. બંને ટીમો 3 ઓગસ્ટથી T20 સિરીઝમાં ટકરાશે. સૌથી ટૂંકા ફોર્મેટમાંથી પ્રથમ ત્રિનિદાદમાં બ્રાયન લારા એકેડમીમાં થશે. બીજી મેચ 6 અને ત્રીજી 8 ઓગસ્ટે રમાશે. આ બંને મેચ ગયાનાના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ અમેરિકાના ફ્લોરિડા શહેરમાં છેલ્લી બે T20 મેચ રમશે. ચોથી મેચ 12 ઓગસ્ટે અને પાંચમી મેચ 14 ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે.