Not Set/ 8 વર્ષથી ખોવાયેલા પતિની શોધમાં આગ્રાથી ભોપાલ આવી મહિલા, આવીને જોયું તો…

8 વર્ષ પહેલા આગ્રામાં રહેતા એક શખ્સે એક દિવસ અચાનક પોતાની પત્નીને કહ્યા વિના ગૃહત્યાગ કર્યો હતો.

India
ezgif.com gif maker 5 1 8 વર્ષથી ખોવાયેલા પતિની શોધમાં આગ્રાથી ભોપાલ આવી મહિલા, આવીને જોયું તો...

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ફેમિલી કોર્ટમાં ફિલ્મોમાં જોવા મળે તેવો એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રાથી 8 વર્ષ પહેલા ખોવાયેલા પતિને શોધતી શોધતી તેની પહેલી પત્ની જ્યારે ભોપાલ પહોંચી તો ખબર પડી કે પતિએ બીજા લગ્ન તો કરી જ લીધા છે, તેને બે બાળકો પણ છે.

8 વર્ષ પહેલા આગ્રામાં રહેતા એક શખ્સે એક દિવસ અચાનક પોતાની પત્નીને કહ્યા વિના ગૃહત્યાગ કર્યો હતો. આ પત્નીથી તેને ચાર બાળકો છે. પરિવારે શોધ્યા પરંતુ પતિના કોઇ સમાચાર મળ્યા નહીં. જ્યારે બાળકો મોટા થયા તો તેમણે પોતાના પિતાની શોધખોળ શરુ કરી. દરમિયાન તેમના સગાવ્હાલા પાસેથી ખબર પડી કે તેમના પિતા ભોપાલમાં રહે છે.

ભોપાલ આવીને ખબર પડી કે પિતાએ બીજા લગ્ન કરી લીધા છે અને 2 બાળકો પણ છે. આખો મામલો ફેમિલી કોર્ટ પહોંચ્યો. પહેલી પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ માટે 40 હજાર રુપિયા માંગ્યા. પહેલી પત્નીએ કહ્યું કે તે પોલીસમાં ફરિયાદ કરવા નથી માંગતી પરંતુ તેને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે એટલા માટે ભરણપોષણ માટે તેણે કોર્ટમાં અરજી કરી છે.

કાઉન્સિલિંગ દરમિયાન પતિએ જણાવ્યું કે બીજી પત્નીની સાથે તેનું ગૃહસ્થજીવન સારુ ચાલી રહ્યું છે. તેને તેના વ્યવસાયમાં સારો ફાયદો થઇ રહ્યો છે અને તે આર્થિક રીતે ઘણો સક્ષમ થઇ ગયો છે. પતિ તેની પહેલી પત્નીને દર મહિને 40 હજાર રુપિયા આપવા તૈયાર છે.