Oh WOW!/ પ્લાસ્ટિકની સમસ્યાનો ઉકેલ, આ વિદ્યાર્થીઓએ બનાવી એવી પેન કે જેનો ઉપયોગ કર્યા બાદ 15 દિવસમાં જ થઈ જશે નાશ

સુરતમાં યોજાયેલા સ્ટાર્ટઅપ સમિટમાં પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બાયોડીગ્રેડેબલ પેન તૈયાર કરવામાં આવી છે. આ પેનની ખાસિયત એ છે કે

Gujarat Surat
Biodegradable pen

@અમિત રૂપાપરા

પ્લાસ્ટિક વેસ્ટ પર્યાવરણ માટે માથાનો દુખાવો બન્યો છે. તેવામાં પ્લાસ્ટિકમાંથી બનતી યુઝ એન્ડ થ્રો પેન નો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આ પેન ના ઉપયોગથી પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા પણ સર્જાય છે. આ યુઝ એન્ડ થ્રો પેન વર્ષો સુધી ઓળગતી નથી. એટલા માટે પી પી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બાયોડીગ્રેડેબલ પેન તૈયાર કરવામાં આવી છે.

Biodegradable pen

15,000ના ખર્ચે આ પેન તૈયાર કરવામાં આવી છે અને તેનો ઉપયોગ થયા બાદ 10થી 15 દિવસના સમયમાં જ તે પોતાની રીતે નાશ થઈ જાય છે. એટલે કે ઇકો ફ્રેન્ડલી આ પેન લોકોને ખૂબ જ ઉપયોગી બની શકે છે. આગામી દિવસોમાં આ પેનનું મોડીફીકેશન પણ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં પ્લાસ્ટિક એક માથાનો દુખાવો બની ગયું છે. કારણ કે પ્લાસ્ટિકને નાશ થતા વર્ષો લાગે છે. ત્યારે લોકો પણ પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. તેવામાં લોકો પોતાના ખિસ્સામાં રાખે છે એ પેન પણ પ્લાસ્ટિકની બનેલી હોય છે.

Biodegradable pen

આ પ્લાસ્ટિકથી બનેલી પેન 5 રૂપિયા કે 10 રૂપિયામાં દુકાનો પરથી મળી જતી હોય છે. પરંતુ આ પેન એક વખત પૂરી થઈ ગયા બાદ લોકો રીફીલિંગ કરાવતા નથી અને તે પેનને કોઈપણ જગ્યા પર ફેંકી દે છે ત્યારબાદ આ પેન પ્લાસ્ટિકનો કચરો બની જાય છે પરંતુ આ પ્લાસ્ટિકની પેન વર્ષો સુધી ઓગળતી નથી અને જે જગ્યા પર ફેંકવામાં આવી હોય તે જગ્યા પર તે જ સ્વરૂપમાં વર્ષો સુધી તે રહે છે. ત્યારે પ્લાસ્ટિકની મહામુશ્કેલીનું સોલ્યુશન પી પી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શોધવામાં આવ્યું છે.

Biodegradable pen

સુરતમાં યોજાયેલા સ્ટાર્ટઅપ સમિટમાં પીપી સવાણી યુનિવર્સિટી(PP Savani University)ના વિદ્યાર્થીઓ દ્વારા બાયોડીગ્રેડેબલ પેન તૈયાર કરવામાં આવી છે. આ પેનની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ થયા બાદ આ પેનને કોઈ પણ જગ્યા પર ફેંકવામાં આવશે તો તે બેથી ત્રણ અઠવાડિયામાં પોતાની રીતે જ નાશ થઈ જશે. આ બાયોડીગ્રેડેબલ પેન(Biodegradable pen)નો ઉપયોગ કર્યા બાદ પ્લાસ્ટિકની જેમ તે સમસ્યા નહીં બને પરંતુ ઇકો ફ્રેન્ડલી મટીરીયલથી આ પેન બનેલી હોવાના કારણે તે 10થી 15 દિવસના સમયમાં ઓગળી જશે અને લોકો 10 થી 15 રૂપિયા જેવી નજીવી કિંમતે લોકો આ બાયોડીગ્રેડેબલ પેન ખરીદી શકે છે.

Biodegradable pen

પી પી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 6 મહિનાની મહેનતથી આ બાયોડીગ્રેડેબલ પેન તૈયાર કરવામાં આવી છે. આ બાયોડીગ્રેડેબલ પેનનું મટીરીયલ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને માત્ર 15થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો થયો છે. આગામી દિવસોમાં મજબૂત મટીરીયલનો ઉપયોગ કરીને બાયોડીગ્રેડેબલ પેન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાશે. આ પેન બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અગર અગર, સ્ટાર્ચ અને ગ્લિસરીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા આ પેનનું મોડીફીકેશન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો:Surat mass suicide case/સુરત સામુહિક આપઘાત મામલે SITની કરાઈ રચના, SIT ટીમનું ફોકસ બેંક એકાઉન્ટ્સ, અને મોબાઈલ CDR પર

આ પણ વાંચો:racket/અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 250 કરોડનું ડ્રગ્સ પકડતા સનસનાટી

આ પણ વાંચો:Gujarat Visit Pm Modi/મા અંબાની પીએમે પૂજા અર્ચના કરી, શ્રીયંત્રનું અર્પણ કર્યુ