Rajasthan/ રાજસ્થાનનો યુવક ISIના હનીટ્રેપમાં ફસાયો, સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલી

લગભગ એક વર્ષ સુધી સરહદ પરની ગતિવિધીઓ પાકિસ્તાન પહોંચાડી

India Trending
Bikaner Man Trapped In Honeytrap Gave Isi Intelligence Secret Information Arrested રાજસ્થાનનો યુવક ISIના હનીટ્રેપમાં ફસાયો, સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલી

બિકાનેરઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાઇ રાજસ્થાનના યુવકે દેશની ઇન્ટેલિજન્સ માહિતી પાકિસ્તાની સુધી પહોંચાડતો ઝડપાયો છે. ઇન્ટેલિજન્સ પોલીસે ધરપકડ કરેલા યુવક નરેન્દ્ર કુમાર બિકાનેરના ખાજુવાલાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં યુવક લગ્નની લાલચમાં ISIની મહિલા એજન્ટનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ મહિલા એજન્ટ યુવકને બ્લેકમેલ કરી સરહદ પરની ગતિવિધીના ફોટો, વીડિયો અને અન્ય સમાચારો પાકિસ્તાન મંગાવતી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર ઇન્ટેલિજન્સ પોલીસે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ખાજુવાલાના રહેવાસી નરેન્દ્ર કુમાર (22 વર્ષીય)ની જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. યુવકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે તે ફેસબુક પર પૂનમ બાજવા નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. પૂનમ બાજવા નામની યુવકતીએ પોતે પંજાબના ભટીંડા શહેરની હોવાનું જણાવી બીએસએફમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતી હોવાનું જણાવ્યું હતું.

પૂનમે નરેન્દ્ર સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાનું વચન આપી પોતાનો વોટ્સએપ નંબર આપી આંતરરાષ્ટ્રીય બોર્ડ પર સ્થિત સંવેદનશીલ સૂચના મંગાવી લીધી હતી. યુવતીએ લગ્નની લાલચ આપી સરહદ નજીક આવેલા રસ્તા, પુલ, બીએસએફ પોસ્ટ, ટાવર, આર્મીની ગાડીઓના ફોટોગ્રાફ તથા વીડિયો મેળવી લીધા હતા.

મહિલા પાકિસ્તાની એજન્ટનના કહેવા પર મહિલા દ્વરા બનાવામાં આવેલા વોટ્સએપ ગ્રુપમા સરહદીય વિસ્તારમાં રહેતા લોકોને ગ્રપના સભ્યો બનાવ્યા. પાકિસ્તાની એજન્ટની જાળમાં ફસાયેલો નરેન્દ્ર થોડા દિવસ પહેલા અન્ય એક પાકિસ્તાની મહિલા હેન્ડલના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલા તેનું નામ સુનીતા જણાવી એક દેશના એક પ્રતિષ્ઠિત મીડિયા સમૂહની પત્રકાર હોવાનું જણાવ્યું હતું. પત્રકારના નામે મહિલાએ નરેન્દ્ર પાસેથી સરહદીય વિસ્તારના સમાચાર, ફોટોગ્રાફ અને વીડિયો મેળવતી હતી.