લાંચ/ સરકારી બાબુઓ કપરાકાળમાં પણ ભ્રષ્ટાચારમાં અવ્વલ, વર્ષમાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

કોરોના કાળમાં પણ સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં અવ્વલ રહ્યા હોવાનાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આંકડા પર નજર નાખતા આપ પણ અચંબિત થઇ જશો કે આ શું સુશાતિત ગુજરાતમાં આટલો મોટો અધધધ કહી શકાય તેટલો ભ્રષ્ટાચાર

Top Stories Gujarat Others
WhatsApp Image 2021 01 01 at 3.56.07 PM સરકારી બાબુઓ કપરાકાળમાં પણ ભ્રષ્ટાચારમાં અવ્વલ, વર્ષમાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

કોરોના કાળમાં પણ સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં અવ્વલ રહ્યા હોવાનાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આંકડા પર નજર નાખતા આપ પણ અચંબિત થઇ જશો કે આ શું સુશાતિત ગુજરાતમાં આટલો મોટો અધધધ કહી શકાય તેટલો ભ્રષ્ટાચાર.

1 વર્ષમાં અધધ આટલા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વર્ષ 2020 નાં અંતીમ દિવસે આણંદમાં ટ્રેપ કરીને R.R સેલનાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલને 50 લાખ રૂપિયાની લાંચ માંગવાનાં કેસમાં ધરપકડ કરી છે. સરકારી બાબુઓ યેનકેન પ્રકારે અરજદારો પાસેથી લાંચ માંગતા ઝડપાતા હોય છે ત્યારે ACB એ વર્ષ 2020માં 198 લાંચનાં કેસ કરીને 307 સરકારી બાબુઓની લાંચ લેવા બાબતે ધરપકડ કરી છે. જે સરકારી બાબુઓમાં વર્ગ પ્રમાણે વાત કરીએ તો

વર્ગ 1નાં-7
વર્ગ 2 નાં-41
વર્ગ 3નાં-159
વર્ગ 4નાં-3
ખાનગી-97

આ તમામ સરકારી બાબુઓ પ્રજાના કામ કરવાના બદલામાં લાંચ લેતા પકડાયા છે. જેમાં વર્ગ 3 ના અધિકારીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જો કે આંકડો જોતા કોઇ વર્ગ બાકી તો  નથી જ તે સ્પષ્ટ પણે કહી શકાય છે.

સરકારી નોકરીનો ઉદેશ લોકોના કામ કરવાનો હોવો જોઈએ. પણ લાંચિયા સરકારી બાબુઓ સરકારી નોકરીનો ઉપયોગ પોતાની મિલકત વસાવવા કરી રહયા છે. છેલ્લા 5 વર્ષની વાત કરીયે તો 2020મા એસીબીએ સૌથી વધુ 38 કેસ કરી 50 કરોડ 11 લાખ 12 હજાર 824 રૂપિયાની અપ્રમાણસાર મિલકત ઝડપી છે. 5 વર્ષમાં સરકારી અધિકારીઓ પાસેથી વર્ષવાર મળી આવેલ અપ્રમાણસાર મિલકતના આંકડા પર નજર કરીયે તો…

WhatsApp Image 2021 01 01 at 3.56.06 PM સરકારી બાબુઓ કપરાકાળમાં પણ ભ્રષ્ટાચારમાં અવ્વલ, વર્ષમાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

વર્ષ અપ્રમાણસર મિલકત
2016 માં 26,23,07,367
2017 માં 15,69,70,857
2018 માં 3,49,64,080
2019 માં 27,80,78,358
2020 માં 50,11,12,824

WhatsApp Image 2021 01 01 at 3.56.07 PM 1 સરકારી બાબુઓ કપરાકાળમાં પણ ભ્રષ્ટાચારમાં અવ્વલ, વર્ષમાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

5 વર્ષમાં કરોડો રૂપિયાની અપ્રમાણશર મિલકત સરકારી બાબુઓ પાસેથી ઝડપાઈ છે. ગુજરાતમાં અનેક સરકારી અધિકારીઓ લાંચનાં કેસમાં ઝડપાયા છે ત્યારે ભ્રષ્ટાચા નાબુદી માટેની એસીબીની ટોલફ્રી હેલ્પલાઇન 1064 પર આવેલા ફોન દ્વારા 20 જેટલા કેસ કરવામાં એસીબીની સફળતા મળી છે.

એસીબી દ્વારા કરવામાં આવેલ કેસોમાં 2020 માં સૌથી વધુ આરોપીઓને સજા થઇ હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે હવે સોશિયલ મીડિયા તેમજ ઓડિયો અને વિડિયો મળે તો પણ એસીબી દ્વારા કડક કાર્યવાહી કરીને લાંચીયા બાબુઓને ઝડપી લેવામાં આવે છે. તેમ છતાં ભ્રષ્ટ અધિકારીઓને કાયદાનો ડર જ ન હોય તેમ ભ્રષ્ટાચારનાં કેસોની સંખ્યા ધટતી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…