ગુજરાત/ વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર આવી ચડ્યો મહાકાય મગર, આ રીતે કરાયો રેસ્ક્યુ

પીંગલવાડા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલુ કામગીરી ટાણે વિશાળ મગર આવી પહોંચતાં કર્મચારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

Gujarat Vadodara
મગર

વડોદરાના કરજણ તાલુકાના પીંગલવાડા ખાતે એલ એન્ડ ટીના મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે કોરિડોર પ્રોજેક્ટ પર નિર્માણાધીન સ્થળે બે કન્ટેનર વચ્ચે ફસાયેલા 13 ફૂટના મગર ને સોમવારે બચાવકર્તાઓએ બહાર કાઢ્યો હતો. તેમણે સરિસૃપોને તેમના ઘાની સારવાર માટે વન વિભાગને સોંપ્યા હતા.

વડોદરાના કરજણ વિસ્તારમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર આવેલા બે કન્ટેનર વચ્ચે મગર ફસાઈ ગયો હોવાની વિગતો સામે આવી હતી. લગભગ 13 ફૂટ જેટલો લાંબો આ કદાવર મગર જોઈ ભલભલાને શરીરમાંથી સુસવાટો પ્રસરી જાય. જોકે સામાન્યતઃ વરસાદની સીઝનમાં આ પ્રકારે મગર જોવા મળતા હોય છે પરંતુ અહીં આ મગર કેવી રીતે પહોંચી ગયો તે ખુબ અચરજની વાત હતી. પરંતુ સમય રહેતા અહીં કામ કરતા મજુરોની નજર મગર પર પડી ગઈ.

1680527411644 વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર આવી ચડ્યો મહાકાય મગર, આ રીતે કરાયો રેસ્ક્યુ

કરજણ તાલુકાના પીંગલવાડા પાસે વિશ્વામિત્રી નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત મોટી સંખ્યામાં કર્મચારીઓ સાઇટ પર કામ કરી રહ્યા છે. આજે સવારે એક વિશાળ મગર સાઇટ પર આવી પહોચ્યો હતો. તેની પર કર્મચારીઓની નજર પડતાં અફરા તફરી મચી ગઇ હતી. મગર દેખાયો હોવાની વડોદરાની ટીમ હેમંત વઢવાણાને જાણ થતાં તેઓએ સ્થળ પર પહોચી જઇને બે કન્ટેનરની વચ્ચે ફસાયેલા મગરને રેસ્ક્યુ કર્યો હતો.

1680527432054 વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર આવી ચડ્યો મહાકાય મગર, આ રીતે કરાયો રેસ્ક્યુ

ઘટનાને પગલે પ્રોજેક્ટ સ્થળ પર કામદારો વચ્ચે ભારે ચકચાર સાથે ભયનો માહોલ છવાયો હતો. મહાકાય મગરને જોતાં કામદારોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. જે બાદ સત્તાધીશો અને જીવદયા પ્રેમીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. જ્યારે મહામહેનતે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વડોદરામાં નદી-નાળાની બહાર મગર જોવા મળે, તેવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ હોય છે. ખાસ કરીને વરસાદના સમયે રહેણાંક વિસ્તારોમાં પણ મગર આવી ચઢતાં હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ