Not Set/ સુરેન્દ્રનગર/ સાયલા-ચુડામાં ભુકંપના આંચકા અનુભવાયા

છેલ્લા કેટલાંય દિવસોથી સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના પંથકમાં જુદા જુદા વિભાગોમાં નાના નાના ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે. જેમય ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાંય સમયથી ભૂકંપના આંચકાઓ નું પ્રમાણ વધ્યું છે. જેમાં જામનગર સુરેન્દ્રનગર સહિતના વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. હાલમાં જ સુરેન્દ્રનગરના સાયલા-ચુડા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જયારે ભુકંપનુ એપી સેન્ટર […]

Gujarat Others
earth quake સુરેન્દ્રનગર/ સાયલા-ચુડામાં ભુકંપના આંચકા અનુભવાયા

છેલ્લા કેટલાંય દિવસોથી સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના પંથકમાં જુદા જુદા વિભાગોમાં નાના નાના ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે.

જેમય ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાંય સમયથી ભૂકંપના આંચકાઓ નું પ્રમાણ વધ્યું છે. જેમાં જામનગર સુરેન્દ્રનગર સહિતના વિવિધ ભાગોનો સમાવેશ થાય છે.

હાલમાં જ સુરેન્દ્રનગરના સાયલા-ચુડા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જયારે ભુકંપનુ એપી સેન્ટર સાયલા તાલુકાનું સુદામડા ગામ હોવાનું જાણવા મળ્યું છે. મુળે ચુડા તાલુકાના ઉઘલ ગામ નજીક એ.પી સેન્ટર નોધાયુ છે. આ ભુકંપના આંચકાની તીવ્રતા 2.1 અને 2 પોઇન્ટની નોધાઈ હતી.

ભુકંપના આચંકા આવતા લોકોમાં ફફડાટનું વાતાવરણ જોવા મયું હતું. અને લોકો ભયભીત બની ને ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા.

કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ધ્રુજી ઉઠ્યા,કોઈ જાનહાનિ નહી

ભૂકંપ/ કચ્છનાં ભચાઉમાં અનુભાવાયા ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા નોંધાઇ

નવસારી/ બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે, લોકોમાં ભયનો માહોલ

જામનગર/ કાલાવડ પંથકમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા, લોકોમાં ભયજનક માહોલ

નવસારી/ ભૂકંપના આંચકાથી ધ્રૂજી નવસારીની ધરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.