ગુજરાતીઓ વેસ્ટમાંથી બેન્ટ બનાવવા માટે હમેશા તત્પર રહેતા હોય છે. ત્યારે અમદાવાદમાં સૌથી મોટો કચરાના ઢગલાનો હવે સદુપયોગ કરવામાં આવશે. વેસ્ટ કચરાનો બેસ્ટ ઉપયોગ કરવામાં આવશે.

કચરામાંથી વીજળીનું ઉત્પાદન
કચરાનો ઢગ આપશે વીજળી
ઘન કચરામાંથી વીજળીનું ઉત્પાદન
વેસ્ટમાંથી હવે બનશે વીજળી. અમદાવાદનો સૌથી મોટો કચરાનો ઢગ હવે અમદાવાદને વીજળી આપશે. અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટ પાસે મહાપાલિકા દ્વારા પીપીપી ધોરણે વેસ્ટ ટુ એનર્જી પાર્ક બનાવવામાં આવ્યો છે. જે ઘન કચરામાંથી વીજળી ઉત્પાદિત કરશે. દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવોટ વીજળી મળવાનો અંદાજ છે. આ એનર્જી પ્લાન્ટ 2021માં જ કાર્યરત થઈ જશે. 13 એકરમાં બની રહેલા આ પ્લાન્ટના વિસ્તારમાં 10 હજારથી વધુ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે.
અમદાવાદીઓ માટે સૌથી વધુ ત્રસ્ત સમાન પીરાણાનો કચરાનો પ્રશ્ન હવે ઉકેલાઈ જશે. પીરાણા કચરાના ઢગ હવે વીજળી ઉત્પાદન કરવામાં મદદ કરશે. પીરાણા ડમ્પ સાઈટ પાસે મનપા દ્વારા પીપીપી ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ડમ્પ સાઈટના ઘન કચરામાંથી વીજળી બનશે. પીપીપી ધોરણે આ એનેર્જી પાર્ક એબેલોન ક્લીન એનેર્જી કંપનીને સોંપવામાં આવ્યો છે. અહીં એનર્જી પાર્કમાં બાળકો માટે પ્રકૃતિનુ સૌંદર્ય પણ ઉભું કરવામાં આવશે અને ફૂટબોલ જેવી સપોર્ટ રમત માટે સંકુલ પણ ઉભું કરવામાં આવશે.
