Not Set/ વડોદરા : તસ્કરોએ ATM માંથી રૂ.10 લાખની ચોરી કરી હોવાની આશંકા

વડોદરામાં ફરી એક વખત તસ્કરોએ બેંક ઓફ ઇન્ડિયાના ATMને ટાર્ગેટ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજવા રોડ પર બેંક ઓફ બરોડાના એટીએમમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ગેસ કટરથી એટીએમ મશીન તોડી નાખ્યું હતું. જો કે તસ્કરોએ એટીએમમાંથી રૂ.10 લાખની ચોરી કરી હતી અને ફરાર થઇ ગયા હતા. મહત્વનું છે […]

Top Stories
baroda વડોદરા : તસ્કરોએ ATM માંથી રૂ.10 લાખની ચોરી કરી હોવાની આશંકા

વડોદરામાં ફરી એક વખત તસ્કરોએ બેંક ઓફ ઇન્ડિયાના ATMને ટાર્ગેટ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજવા રોડ પર બેંક ઓફ બરોડાના એટીએમમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ગેસ કટરથી એટીએમ મશીન તોડી નાખ્યું હતું. જો કે તસ્કરોએ એટીએમમાંથી રૂ.10 લાખની ચોરી કરી હતી અને ફરાર થઇ ગયા હતા.

મહત્વનું છે કે તસ્કરોએ પોલીસના પંજાથી બચવા માટે એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ સાથે લઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી હતી.