અમદાવાદ/ વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે અનેક વાહનોને ઉલાળ્યા, જુઓ CCTV

હજુ જુના ઘા ભરાયા નથી તો ફરી શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ: હજુ જુના ઘા ભરાયા નથી તો ફરી શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારની તક્ષશિલા સ્કૂલ નજીક બેફામ કાર ચાલકે રિક્ષા સહિતના વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરના ઓઢવ વિસ્તારમાં બેફામ કારચાલકે રિક્ષ સહિત વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષા સવાર એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો, સ્થાનિકોએ પીછો કરતાં ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જ્યારે હાલમાં ઘાયલને હોસ્પિટલ ખસેડાયો છે અને કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહી છે, થોડા દિવસ પહેલા શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે પૂરપાટ સ્પીડમાં લોકોના ટોળા પર ગાડી ચલાવી દીધી હતી. જેમાં માસૂમોને જીવ ખોવાનો વારો આવ્યો હતો.


આ પણ વાંચો: Asian Games 2023/ ભારતીય શૂટિંગ ટીમે રચ્યો ઈતિહાસ, ગોલ્ડ અને સિલ્વર પર કબજો કર્યો

આ પણ વાંચો:Ambalal Forecast/ પહેલી નવરાત્રિએ જ ત્રાટકશે વરસાદઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો: Karnataka/ કાવેરી જળ વિવાદને લઈને આજે કર્ણાટકમાં બંધનું એલાન!