Not Set/ ભાજપ મમતા બેનર્જીથી નારાજ નથી, પણ મમતા ભાજપથી નારાજ છે: રામ માધવ

વડોદરા, ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે મહાગઠબંધનનાં મુખ્ય સાથી મમતા બેનર્જી પર મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, “ભાજપ મમતા બેનર્જીથી નારાજ નથી, પણ મમતા ભાજપથી નારાજ છે.” વડોદરામાં એમ.એસ.યુનિ. દ્વારા આયોજિત ‘યુગાંતર’ યુથ ફોરમમાં વક્તવ્ય આપવા આવેલાં રામ માધવે આગામી લોકસભા ચૂંટણીને મોદી વિરૂદ્ધ તમામ ગણાવી ફરીથી કેન્દ્રમાં એનડીએ સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે મહાગઠબંધનનાં મુખ્ય સાથી મમતા બેનર્જી પર મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, “ભાજપ મમતા બેનર્જીથી નારાજ નથી, પણ મમતા ભાજપથી નારાજ છે.” વડોદરામાં એમ.એસ.યુનિ. દ્વારા આયોજિત ‘યુગાંતર’ યુથ ફોરમમાં વક્તવ્ય આપવા આવેલાં રામ માધવે આગામી લોકસભા ચૂંટણીને મોદી વિરૂદ્ધ તમામ ગણાવી ફરીથી કેન્દ્રમાં એનડીએ સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે લોન્ચ નહીં પણ રી-લોન્ચ કર્યા હોવાનું જણાવી રામ માધવે કહ્યું કે, તેનાથી ભાજપને કોઇ ફરક નહીં પડે. રામ માધવ ભાજપનાં મહામંત્રીની સાથે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીનાં પ્રભારી પણ છે. તેમણે જણાવ્યું કે “જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે સરકારે તમામ પ્રયત્નો કર્યા છે અને તેઓ તેનાંથી સંતુષ્ટ છે.