Halvad News/ મોબાઈલ જોવાની ના પાડતા સગીરાએ કર્યો આપઘાત, પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં

હળવદના દેવળિયા ગામમાં સગીરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. દે

Top Stories Gujarat Others

હળવદના દેવળિયા ગામમાં સગીરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. દેવળિયા ગામની સગીર કિંજલ નાયકને તેના પિતાએ મોબાઈલ જોવાની ના પાડતા ખોટું લાગી આવ્યું. અને વાડીમાં જઈ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મોબાઈ જોવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં સગીરાએ અંતિમ પગલું ભરતા પરિવાર પણ દીકરીને ગુમાવતા હજુ આઘાતમાં છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ હળવદના દેવળિયા ગામમાં એક પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને દેવળિયા ગામમાં રહેતા કમલેશભાઈ કંચનભાઈ નાયક માટે પુત્રીને ઠપકો આપવા બહુ ભારે પડ્યો. કમલેશભાઈએ પોતાની પુત્રી વધુ મોબાઈલ જોતી હોવાથી ઠપકો આપ્યો કે વધુ પડતું ના જુએ. પિતાના ઠપકાથી પુત્રીને લાગી આવ્યું અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું