Not Set/ જામનગર/ ધ્રોલ હાઈવે પર ઈકો કાર કેનાલમાં ખાબકી, 4 લોકોનાં ઘટના સ્થળે મોત

જામનગર-ધ્રોલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના મોત નીપજ્ય છે. જણાવીએ કે ઈકો કાર કેનાલમાં ખાબકતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ચારેય મૃતક જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રહેવાસી છે. અકસ્માત સર્જાતા આસપાસથો લોકો દોડી આવ્યા હતાં.  અકસ્માતમાં ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.35), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.35), નારણ કરશન ચૌહાણ અને ટપુ […]

Top Stories Gujarat Others

જામનગર-ધ્રોલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના મોત નીપજ્ય છે. જણાવીએ કે ઈકો કાર કેનાલમાં ખાબકતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ચારેય મૃતક જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રહેવાસી છે. અકસ્માત સર્જાતા આસપાસથો લોકો દોડી આવ્યા હતાં.

 અકસ્માતમાં ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.35), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.35), નારણ કરશન ચૌહાણ અને ટપુ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ધીરૂભાઇ ભીમાભાઇ કદાવરાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ ખસેડાયા છે.

ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-1 ડેમની કેનાલ પસાર થઈ રહી છે.  વહેલી સવારે ધુમ્મસના આવરણમાં કાર ચાલકનો કાબુ સ્ટેરિંગ ઉપરથી ગયો અને કાર પલટી મારી ગઈ સીધી કેનાલમાં ખાબકી હતી.. જેમાં ચારનાં મોત અને એકને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

અકસ્માત થતાં જ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.