Weather/ ગુજરાતનાં અનેક જીલ્લામાં વરસાદી ઝપટાનું આગમન, ગણેશ આયોજકોની ચિંતામાં વધારો

સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગણેશ ઉત્સવ દરમિયાન વરસાદ વરસતા ગણેશ આયોજકોની ચિંતામાં વધારો થયો છે. 

Top Stories Gujarat Others

લાંબા વિરામ બાદ ગુજરાતનાં દક્ષિણ વિસ્તાર સહિત અનેક ભાગોમાં વરસાદી ઝપટાનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતનાં વિવિધ  વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. ભારે બાફરાં બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઈ ગણેશ મંડળોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ બંધાયું છે. સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગણેશ ઉત્સવ દરમિયાન વરસાદ વરસતા ગણેશ આયોજકોની ચિંતામાં વધારો થયો છે.  લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધીમો ધાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.

સુરત ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળ, ઓલપાડ, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજયના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત,  ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયા વરસાદી ઝાપટાં ની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે.