WTC final/ ભારતને ચોથી ટેસ્ટમાં WTCની ફાઇનલમાં પહોંચવાની અંતિમ તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ બંને ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ જીતવા સાથે ટીમ સિરીઝ જીતશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પ્રવેશ કરશે.

Top Stories Sports
Modi Kohli ભારતને ચોથી ટેસ્ટમાં WTCની ફાઇનલમાં પહોંચવાની અંતિમ તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની WTC Final છેલ્લી મેચ બંને ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ જીતવા સાથે ટીમ સિરીઝ જીતશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પ્રવેશ કરશે. જો ઓસ્ટ્રેલિયા છેલ્લી ટેસ્ટ જીતે છે તો સિરીઝ 2-2 થી બરાબર થઈ જશે. આવી સ્થિતિમાં, ટ્રોફી ભારત પાસે રહેશે, કારણ કે ભારતે 2020-21માં છેલ્લી ટેસ્ટ સિરીઝ જીતી WTC Final હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયા 20 વર્ષમાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ડ્રો કરી શકશે. છેલ્લી વખત 2003માં ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2021માં ખુલ્લું મુકાયું હતું. અહીં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી માત્ર 2 ટેસ્ટ રમી છે. WTC Final ભારત જૂના સ્ટેડિયમમાં 12 ટેસ્ટ મેચ રમ્યું હતું. ભારતે તેની પ્રથમ મેચ 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે અહીં રમી હતી. ઓવરઓલ રેકોર્ડની વાત WTC Final કરીએ તો ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં 14 મેચ રમી હતી. 6માં જીત મેળવી અને 2માં ટીમનો પરાજય થયો. ભારતે પણ આ ગ્રાઉન્ડમાં 6 ડ્રો કર્યા હતા.

રોહિત શર્મા સિરીઝમાં ટોપ સ્કોરર છે, તેણે 3 મેચમાં સૌથી વધુ 207 રન બનાવ્યા છે. WTC Final રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત પ્રથમ વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહ્યું છે. ભારતે 3માંથી 2 મેચ જીતી છે જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ત્રણેય ટેસ્ટમાં બંને ટીમના સ્પિનરો વધુ અસરકારક રહ્યા છે. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવ્યો છે., જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન અસરકારક રહ્યા હતા. 3 મેચમાં 21 વિકેટ સાથે જાડેજા સિરીઝના ટોપ વિકેટ લેનાર બોલર પણ છે.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટમાં ઓપનિંગ પોઝીશન પર કેએલ રાહુલ અને રોહિત શર્મા WTC Final હતા. પરંતુ ઈન્દોર ટેસ્ટમાં રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક મળી હતી. રાહુલ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યા નથી. એવું માનવામાં આવે છે કે અમદાવાદ ટેસ્ટમાં પણ માત્ર ગિલ જ ઓપનિંગ કરી શકે છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ટીમને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઈન્દોર ટેસ્ટમાં સ્ટીવ સ્મિથની કેપ્ટનશિપમાં કાંગારૂ ટીમે ભારતને સ્તબ્ધ કરી દીધું હતું. નિયમિત ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પણ પારિવારિક કારણોસર ચોથી ટેસ્ટનો ભાગ નથી. આવી સ્થિતિમાં સ્મિથ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. ભારતમાં કોઈપણ રીતે તેના નામે 2 ટેસ્ટ જીતવાનો અને એક ડ્રો કરવાનો રેકોર્ડ છે. અહીં તેની કેપ્ટનશિપમાં ટીમે માત્ર 2 ટેસ્ટ ગુમાવી છે. આવી સ્થિતિમાં તેની કેપ્ટનશિપ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે પડકારરૂપ બની શકે છે.

જો ભારત ટેસ્ટ મેચ જીતશે તો ભારત WTC ફાઈનલમાં પહોંચી જશે, પરંતુ હાર કે ડ્રોની સ્થિતિમાં ભારતે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સિરીઝના રિઝલ્ટની રાહ જોવી પડશે. જો શ્રીલંકા ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવશે તો WTCની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે થશે. છેલ્લી ટેસ્ટ ડ્રો થવાની સ્થિતિમાં ભારત સિરીઝ જીતી જશે પરંતુ WTC ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સિરીઝના રિઝલ્ટની રાહ જોવી પડશે.

 

આ પણ વાંચોઃ India-Australia Relations/ ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેની ચોથી ટેસ્ટની સાથે બંને દેશ વચ્ચેની નવી રાજકીય ઇનિંગ્સનો પ્રારંભ

આ પણ વાંચોઃ Satish Kaushik Death/ બોલિવૂડ કલાકાર સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

આ પણ વાંચોઃ PM Modi In Cricket Match/ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ચોથી અને અંતિમ ટેસ્ટઃ બંને દેશ વચ્ચેના રાજકીય સંબંધોની પણ નવી ઇનિંગ્સ