Not Set/ તો શું આજે વિશ્વને મળી જશે Covid-19 વેક્સીન? જાણો

  આ સમયે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રાહ કોરોનાની રસીની છે. વિશ્વમાં 6 લાખથી વધુ લોકોનાં મોત નીપજતા રોગચાળાને સમાપ્ત થાય તે માટે દરેક વ્યકિત આતુરતાથી આ રસીની રાહ જોઈ રહ્યો છે. તબીબી ક્ષેત્રનાં વિશ્વનાં સૌથી પ્રભાવશાળી મેગેઝિન ધ લૈન્સેટનાં સંપાદક દ્વારા રવિવારે કરેલા એક ટ્વીટની ભારે ચર્ચા થઈ રહી છે. તેમણે રવિવારે કહ્યું હતું […]

World

 

આ સમયે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રાહ કોરોનાની રસીની છે. વિશ્વમાં 6 લાખથી વધુ લોકોનાં મોત નીપજતા રોગચાળાને સમાપ્ત થાય તે માટે દરેક વ્યકિત આતુરતાથી આ રસીની રાહ જોઈ રહ્યો છે. તબીબી ક્ષેત્રનાં વિશ્વનાં સૌથી પ્રભાવશાળી મેગેઝિન ધ લૈન્સેટનાં સંપાદક દ્વારા રવિવારે કરેલા એક ટ્વીટની ભારે ચર્ચા થઈ રહી છે. તેમણે રવિવારે કહ્યું હતું કે, આવતીકાલે એટલે ​​કે આજે સોમવારે કોરોના રસીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

રિચાર્ડ હોર્ટોને ટ્વીટ કર્યું હતું કે, “આવતીકાલે. રસી. બસ કહી રહ્યો છુ.” આ ટ્વિટને લઈને ઘણી ચર્ચા છે. એવું માનવામાં આવે છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત રસીનાં પરિણામો વિશે આજે મોટી જાહેરાત કરી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હાલમાં વિશ્વભરમાં 140 કૈંડિડેટ રસી ઉપર નજર રાખી રહી છે. આમાંથી, લગભગ બે ડઝન મનુષ્ય પરીક્ષણનાં વિવિધ તબક્કે પહોંચી ચુક્યા છે.

ચીની કંપની સિનોવૈક બાયોટેક બ્રાઝિલમાં ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં જવા તૈયાર છે. બીજી બાજુ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાઝેનેકા યુકેમાં II / III અને ત્રીજા તબક્કામાં દક્ષિણ આફ્રિકા-બ્રાઝિલ છે. જર્મન કંપની બિનોટેક ફિઝરનાં સહયોગથી આ રસી વિકસાવવાની તૈયારી કરી રહી છે. માનવ પરીક્ષણનાં તબક્કા હેઠળ ભારતમાં પણ બે રસી છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 1 કરોડ 46 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 6 લાખ 9 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 87 લાખ 46 હજાર 946 લોકોએ આ બિમારીને માત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.