Not Set/ સંક્રમણ ફેલાવી રહેલો વાઈરસ માત્ર જીવલેણ જ નથી, પરંતુ છુપી રીતે વાર કરતો દીપડા જેવો છે :  ડોકટરો પણ હેરાન

દર્દીઓના  બે-ત્રણ વાર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યોછે. આરટી-પીસીઆર પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં આ છુપાયેલા વાયરસ ટેસ્ટ રિપોર્ટમાં મળ્યા નથી.

Health & Fitness Trending

વારંવાર ટેસ્ટીંગ છતાય રીપોર્ટ નેગેટીવ

કોરોનાનાં સંપૂર્ણ લક્ષણો છતાય રીપોર્ટ નેગેટીવ

વૈશ્વિક મહામારી કોરોને વિશ્વ આખામાં પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે કોવિડ -19 નું નવું સ્વરૂપ, જે દેશમાં કોરોના ની બીજી લહેરનું મુખ્ય કારણ બન્યુ છે. તે માત્ર ખૂબ જ જીવલેણ નથી, પરંતુ તે ગુપ્ત રીતે છુપાઈ દીપડાની માફક વાર કરી રહ્યું છે. અનેક વાર કોરોના ટેસ્ટ  કરવા છતાંય ઘણી વાર તે પકડમાં જ નથી આવી રહ્યો. ડોક્ટરો પણ આ જોઈને હેરાન પરેશાન થઇ રહ્યા છે.

દિલ્હીની હોસ્પિટલોમાં આવા ઘણા કેસો છે, જેમાં દર્દીઓમાં કોરોનાના ચોક્કસ લક્ષણો હોય છે, પરંતુ તેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. ઘણી વાર, દર્દીઓના  બે-ત્રણ વાર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યોછે. આરટી-પીસીઆર પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં આ છુપાયેલા વાયરસ ટેસ્ટ રિપોર્ટમાં મળ્યા નથી. ડોકટરો કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આવા કોરોના પીડિતોના ઘણા કિસ્સા બન્યા છે.

બધા લક્ષણો છે, પરંતુ રીપોટ નેગેટીવ આવે છે.

ડો.આશિષ ચૌધરીના મતે, નવા દર્દીઓ કોરોના વાયરસના સંપૂર્ણ લક્ષણો બતાવી રહ્યાં છે, પરંતુ જ્યારે પરીક્ષણ થાય છે, ત્યારે તેઓને કોરોના રીપોર્ટ નેગેટીવ આવે છે. આ દર્દીઓમાં, તાવ, કફ, ધીમો શ્વાસ, ફેફસાંનું સ્કેન બધા કોરોનાના લક્ષણો જોવા મળે છે. પરંતુ કોરોનાનું આ નવું રૂપ સહેલાઈથી પકડમાં આવી રહ્યું નથી.

રિપોર્ટ નેગેટિવ અસામાન્ય નથી

બેંગલુરુના ડો.પ્રદીપ રંગપ્પા કહે છે કે તમામ લક્ષણો હોવા છતાં, કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તે સામાન્ય વાત નથી. આરટી-પીસીઆર પરીક્ષણ ચોકસાઈનો દર પણ 70 ટકા છે. તેથી જ ડોકટરો લોહી ચડાવવા માટે સીટી સ્કેન, એલડીએચ, સી-આરપી અને લિમ્ફોપેનિયા પરીક્ષણો કરે છે.

ડો. ચૌધરી કહે છે કે કેટલાક દર્દીઓની બ્રોકોલેવોલર પરીક્ષણ કરવામાં આવે છે. તે મોં અથવા નાકમાંથી એક નળી મૂકીને અને ફેફસામાં જમા કફ બહાર કાઢીને પરીક્ષણ કરવામાં આવે છે, કોરોના તેમાં પકડાય છે. આ પરીક્ષણ પછી, એવું જાણવા મળ્યું કે નકારાત્મક નોંધાયેલા તમામ દર્દીઓ કોરોના પોઝિટિવ હતા.