Banaskantha News/ દિયોદરમાં વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વીડિયો વાયરલ થતા ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ

બનાસકાંઠાના Diodarના ભેસાણા ગામે વાછરડી સાથે અમાનવીય કૃત્ય કરનાર આધેડ અને વીડિયો ઉતારનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ગૌપ્રેમીઓમાં ભારે રોષ.

Gujarat Others
Diodar Animal Cruelty Case

Diodar Animal Cruelty Case : બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એક અત્યંત શરમજનક અને વિકૃત ઘટના સામે આવી છે. દિયોદરના ભેસાણા ગામે એક આધેડ દ્વારા અબોલ પશુ (વાછરડી) સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે લોકોની અટકાયત કરી છે.

Diodar Animal Cruelty Case

Diodar : શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, દિયોદરના ભેસાણા ગામમાં એક આધેડ વ્યક્તિએ વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ શરમજનક હરકત સમયે ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ આ વિકૃત માનસિકતા ધરાવનાર શખ્સ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

Diodar Animal Cruelty Case

પોલીસની ત્વરિત કાર્યવાહી, બેની અટકાયત

ઘટનાની ગંભીરતાને જોતા દિયોદર પોલીસ એક્શનમાં આવી હતી. વાછરડી સાથે દુષ્કર્મ કરનાર આધેડની પોલીસે ધરપકડ કરી લીધી છે.તેમજ ગુનાને અટકાવવાને બદલે તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વ્યક્તિને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગૌપ્રેમીઓમાં ભારે રોષ

અબોલ પશુ સાથે થયેલી આ ક્રૂરતાને પગલે બનાસકાંઠાના ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ પશુઓ પ્રત્યેની માનવીય સંવેદનાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં ધણીયાણા દૂધ મંડળીમાં ચેરમેને મંત્રીને લાફા ઝીંક્યા, દ્રશ્યો CCTVમાં કેદ

આ પણ વાંચો: બનાસકાંઠાની મહિલાઓની શ્વેત ક્રાંતિ,રાજ્યનું ગૌરવ વધાર્યું

આ પણ વાંચો: બનાસકાંઠાના ધાનેરામાં આધેડ પર લોખંડની પાઈપથી હુમલો,સોનાની ચેન લૂંટી શખ્સો ફરાર